શેઠ એમ.એન. હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ ગુજરાત રાજ્ય ગણિત મહોત્સવમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું
પાટણ, 15 નવેમ્બર (હિ.સ.) : પાટણની શેઠ એમ.એન. હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ 19માં ગુજરાત રાજ્ય ગણિત મહોત્સવમાં નોંધપાત્ર પ્રદર્શન કર્યું. રાવળ રુશિલ પ્રકાશકુમારે મોડેલ પ્રદર્શનમાં સિલ્વર મેડલ મેળવી શાળા અને જિલ્લાનું ગૌરવ વધાર્યું. આ મહોત્સવ ઓલ ઇન્ડિયા રા
શેઠ એમ.એન. હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ ગુજરાત રાજ્ય ગણિત મહોત્સવમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું


પાટણ, 15 નવેમ્બર (હિ.સ.) : પાટણની શેઠ એમ.એન. હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ 19માં ગુજરાત રાજ્ય ગણિત મહોત્સવમાં નોંધપાત્ર પ્રદર્શન કર્યું. રાવળ રુશિલ પ્રકાશકુમારે મોડેલ પ્રદર્શનમાં સિલ્વર મેડલ મેળવી શાળા અને જિલ્લાનું ગૌરવ વધાર્યું. આ મહોત્સવ ઓલ ઇન્ડિયા રામાનુજન મેથ્સ ક્લબ ગુજરાત અને એ.બી. હાઈસ્કૂલ, નવસારીના સંયુક્ત ઉપક્રમે નવસારી ખાતે યોજાયો.

રાજ્ય સ્તરીય મહોત્સવમાં 22 જિલ્લાઓની 58 શાળાઓના 408 વિદ્યાર્થીઓ, 70 શિક્ષકો અને 21 સંશોધકો ભાગ લીધો. કાર્યક્રમમાં મોડેલ પ્રદર્શન, પઝલ પ્રદર્શન, રોલ પ્લે, ભૌમિતિક આકારની રંગોળી, ક્વિઝ, રીલે ક્વિઝ અને શિક્ષકો માટેની ખાસ સ્પર્ધાઓનો સમાવેશ હતો.

શેઠ એમ.એન. હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ વિવિધ સ્પર્ધાઓમાં પ્રભાવશાળી પ્રદર્શન કર્યું. રાવળ રુશિલ પ્રકાશકુમારે સિલ્વર મેડલ જીત્યો, બારોટ ધાર્મિક દિપકકુમારે ભાસ્કરાચાર્યનો રોલ પ્લે રજૂ કર્યો અને પટેલ વેદ નીતિનકુમારે ભૌમિતિક આકારની રંગોળીમાં સર્જનાત્મકતા દર્શાવી. તમામ વિદ્યાર્થીઓને શિક્ષક ડો. અલ્પેશકુમાર એસ. પટેલે માર્ગદર્શન આપ્યું.

મહોત્સવમાં ઈસરોના વૈજ્ઞાનિકો અને ઓલ ઇન્ડિયા રામાનુજન મેથ્સ ક્લબના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા. શાળા આચાર્ય ડો. ધનરાજભાઈ ઠક્કર અને ઉત્તર ગુજરાત યુવક મંડળના પ્રમુખોએ વિજેતા વિદ્યાર્થીઓ અને માર્ગદર્શક શિક્ષકને અભિનંદન પાઠવ્યા. આ પ્રસંગે આચાર્યએ કહ્યું કે, વિદ્યાર્થીઓમાં ગણિત પ્રત્યે જિજ્ઞાસા અને સર્જનાત્મકતાનો સંયોગ તેમની ભવિષ્યની સફળતાનું આધાર છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande