સિદ્ધપુરમાં શ્રી શ્યામ આરાધના મહોત્સવની શરૂઆત
પાટણ, 15 નવેમ્બર (હિ.સ.)સિદ્ધપુરના દેથળી રોડ સ્થિત યોગાંજલિ સોસાયટીના મેદાનમાં શ્રી શ્યામ આરાધના મહોત્સવનો પ્રારંભ થયો, જેમાં ભજન-સંકીર્તન, મહાઆરતી અને છપ્પન ભોગ જેવા કાર્યક્રમો યોજાયા. મહોત્સવની શરૂઆત ગોવિંદ માધવરાય મંદિરથી નીકળેલી નિશાન યાત્રાથી
સિદ્ધપુરમાં શ્રી શ્યામ આરાધના મહોત્સવની શરૂઆત


સિદ્ધપુરમાં શ્રી શ્યામ આરાધના મહોત્સવની શરૂઆત


પાટણ, 15 નવેમ્બર (હિ.સ.)સિદ્ધપુરના દેથળી રોડ સ્થિત યોગાંજલિ સોસાયટીના મેદાનમાં શ્રી શ્યામ આરાધના મહોત્સવનો પ્રારંભ થયો, જેમાં ભજન-સંકીર્તન, મહાઆરતી અને છપ્પન ભોગ જેવા કાર્યક્રમો યોજાયા. મહોત્સવની શરૂઆત ગોવિંદ માધવરાય મંદિરથી નીકળેલી નિશાન યાત્રાથી થઈ હતી.

આ ભવ્ય શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી. આજે સાંજે 5:30 વાગ્યે દરબારની સ્થાપના કરવામાં આવશે અને રાત્રે 9:00 વાગ્યે મહાઆરતી તથા ભોગ અર્પણ જેવા કાર્યક્રમો યોજાશે.

ભક્તોને અખંડ જ્યોત, ભવ્ય દરબાર, આકર્ષક શ્રિંગાર, છપ્પન ભોગ અને અન્નકૂટ પ્રસાદના દર્શનનો લાભ મળશે. આયોજકો દ્વારા શહેરવાસીઓને કાર્યક્રમમાં ઉપસ્થિત રહી બાબા શ્યામની કૃપા તથા ભજન-સંકીર્તનનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande