
પાટણ, 15 નવેમ્બર (હિ.સ.) : પાટણ જૈન મંડળ સંચાલિત બી.ડી. સાર્વજનિક વિદ્યાલયમાં 'સ્વદેશીથી સ્વાવલંબન ગ્રામજીવન' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ વિદ્યાલયના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની એસોસિએશન અને ગુજરાત વિદ્યાપીઠના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો. મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં જીવનમૂલ્યોનું સિંચન કરવું અને સ્વદેશી વસ્તુઓના ઉપયોગ દ્વારા ભારતને વિશ્વ ગુરુ બનાવવાની પ્રેરણા આપવી હતી.
ગુજરાત વિદ્યાપીઠના પ્રાધ્યાપક કૌશિકભાઈ પટેલે જીવનમૂલ્યો, વિદ્યાપીઠનું યોગદાન અને સ્વદેશીથી સ્વાવલંબનનું મહત્વ સમજાવ્યું. ભરતભાઈ ચૌધરીએ વંદેમાતરમના 150 વર્ષ અને સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે તેમના જીવન વ્યવહારને વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ કર્યું. કાર્યક્રમ દરમિયાન સ્વદેશી વસ્તુઓ અંગે વિડિયો ગીત અને વંદેમાતરમ ગીત પણ રજૂ કરાયા.
ભુપેન્દ્રભાઈ પટેલ, કેતનભાઈ પટેલ અને પ્રો. ડૉ. દીપુબા દેવડા ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમનું સ્વાગત ડૉ. બી.આર. દેસાઈએ કર્યું અને સંચાલન ડૉ. ઓ.બી. દેસાઈએ સંભાળ્યું. શાળા સ્ટાફ અને વિદ્યાર્થીઓ ઉત્સાહભેર જોડાયા અને ડૉ. યશવંતભાઈ ઝવેરીએ સ્વદેશી વસ્તુઓ અપનાવવાનો સંદેશ આપ્યો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ