
પોરબંદર, 15 નવેમ્બર (હિ.સ.) : પોરબંદરના ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં ફરીયાદીના ભાઈ સાહેદ સંતોકસિંગ એક્ટીવા મો.સા. લઈને જતા હતા, ત્યારે ફોરવ્હીલ કારથી મો.સા ને ઠોકર મારી પછાળી દઈ અને ગેર કાયદેસર રીતે હથિયાર રિવોલ્વર પિસ્તોલથી સાહેદ સંતોકસિંગને મારી નાખવાની ઈરાદે પેટની જમણી બાજુએ તથા જમણા હાથમાં ગોળીઓ મારી જીવલેણ ઈજા પહોંચાડી ગુન્હો કરેલ હોવાનો ગુનો તેમજ આરોપી રામસિંગ કરતારસિંગ સરદાર દુદાણીએ ગે.કા. આધાર પરવાના કે લાયસન્સ વગર પોતાના કબ્જામાં દેશી બનાવટની લોખંડની પીસ્તોલ (અગ્નિશત્ર) મેગેજીન વાળી કિ રૂ. 10,000/- તથા જીવતા કાર્ટીશ નંગ-9 કી.રૂ. 900/-મળી કુલ રૂ 10,900/- ના મુદામાલ સાથે જાહેરમાંથી મળી. આવી જીલ્લા મેજી.સા. પોરબંદરના હથી. બંધી જાહેરનામાનો ભંગ કરેલ હોવાનો ગુનો દાખલ થયો હતો. જે ગુનામાં આરોપી બે વર્ષથી નાસ્તો ફરતો હતો.
લોકલ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓને ઉપરોકત બન્ને ગુનાઓના આરોપીઓ પાસેથી પકડાયેલ ગે.કા. હથિયાર અગ્નિશસ્ત્ર પહોંચાડનાર આરોપી જયસિંગ રહે.પાટોદા ગામ ઓરંગાબાદ મહારાષ્ટ્ર હોવાની બાતમી મળી હતી જે બાતમીને આધારે તપાસ કરતા એ.એસ.આઈ. ગોવિંદભાઈ મકવાણા તથા હેડ કોન્સ. સલીમભાઈ પઠાણ તથા કોન્સ.અજયભાઈ ચૌહાણને પાટોડા તાલુકો જી બીડ મહારાષ્ટ્ર ખાતે ઉપરોકત આરોપીની તપાસમાં મોકલતા આરોપી પોતાના ગામમાંથી મળી આવતા આરોપી ઝેલસિંગ ઉર્ફ જયસિંગ સન/ઓ સરદારર્સિંગ પુસ્નર્સિંગ ટાંક ઉ.વ.42 રહે. મહાસાંગવી રોડ, રેસ્ટ હાઉસ પાસે પાટોડા જી.બીડ મહારાષ્ટ્રવાળાને ઉપરોકત બંન્ને ગુનાના કામે વધુ પુછપરછ અર્થે અત્રે એલ.સી.બી. ઓફીસ ખાતે લઇ આવી આગળની કાર્યવાહી કરવા માટે ઉદ્યોગનગર પો.સ્ટે. સોંપી આપવામાં આવેલ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya