
જામનગર, 15 નવેમ્બર (હિ.સ.) જામનગરના હાપા માર્કેટીંગ યાર્ડમાં મગફળી-કપાસની સૌથી વધુ આવક થઈ રહી છે. ત્યારે શુક્રવારે સિઝનની સૌથી વધુ મગફળીની 21000 ગુણીની હાપા યાર્ડમાં આવી હતી. જગ્યાના અભાવે નવી જાહેરાત ન થાય ત્યાં સુધી ફરી આવક બંધ કરવામાં આવી છે.
ચાલુ સીઝનમાં મગફળીનું બે લાખ હેકટરથી વધુ વાવેતર થતાં ઉત્પાદન પણ પુષ્કળ થયું છે. ત્યારે હાલારના યાર્ડોમાં ખુલ્લી બજારોમાં મગફળીની આવકમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે જામનગરના હાપા યાર્ડમાં શુક્રવારે સીઝનની સૌથી વધુ મગફળીની એકવીસ હજાર ગુણીની આવક થઈ હતી.
હરરાજીમાં જીણી મગફળીના રૂ.900 થી 1220, જાડી મગફળીના રૂ.800 થી 1170 તેમજ 66 નંબરની મગફળીના રૂ.900 થી 1310 અને 9 નંબરની મગફળીમાં રૂ.1000 થી 1750 સુધીના ભાવે સોદા થયા હતા અને 6797 ગુણીની હરરાજી થઈ હતી.
જ્યારે બાકી રહેલી મગફળીની આગલા દિવસોએ થશે. જ્યા સુધી યાર્ડમાં રહેલી સુધી મગફળીની મગફળીની હરરાજી ન થાય, ત્યાં સુધી નવી મગફળીની આવક બંધ રાખવામાં આવી છે. નવી મગફળીની આવક શરૂ કરાશે, ત્યારે ખેડુતોને જાણ કરવામાં આવશે, તેમ યાર્ડ સેક્રેટરી હિતેશભાઈ પટેલએ જણાવ્યું હતું.
આ ઉપરાંત કપાસની 7410 મણ તેમજ બાજરીની 13, ઘઉંની 1368, મગ 8, અળદ 1178, ચોળી 6, ચણા 1028, એરંડા 3,તલી 265, લસણ 3753 જીરૂની 517, અજમો 612, અજમાની ભુસી 187, ધાણા 68, મરચા 118, ડુંગળી સુકી 1204, સોયાબીન 3243 અને રાજમા 3243 મણની આવક થઈ છે. યાર્ડમાં 689 ખેડુતો 60194 મણની 20 જણસીઓ હરરાજીમાં લાવ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt