
પાટણ, 15 નવેમ્બર (હિ.સ.)સિદ્ધપુર શહેરના ભીલવાસ ખાતે ધરતી આબા ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિ ‘જનજાતીય ગૌરવ દિવસ’ તરીકે ઉજવાઈ. આ અવસરે સિદ્ધપુરના ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતે બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી તેમની યાદને નમન કર્યું.
ધારાસભ્ય રાજપૂતે વિકાસિત ભારતના સંકલ્પને સિદ્ધ કરવા માટે બિરસા મુંડાના આદર્શોને જીવનમાં ઉતારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. બિરસા મુંડાએ જળ, જંગલ, જમીન અને જનજાતીય સંસ્કૃતિની રક્ષા માટે પોતાનું સમગ્ર જીવન સમર્પિત કર્યું હતું.
આ ઉજવણી કાર્યક્રમમાં અનિતાબેન પટેલ, વિષ્ણુભાઈ પટેલ, વિપુલભાઈ રાણા, રણજીતસિંહ સોલંકી, કૌશલભાઈ જોશી, અંકુરભાઈ મારફતિયા, ભરતભાઈ જોશી, દશરથભાઈ પટેલ, સુષ્માબેન રાવલ, કાનુજી ઠાકોર, સુરેશભાઈ ભીલ, જસુભાઈ પટેલ સહિત સંગઠનના અનેક હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ