
પોરબંદર, 15 નવેમ્બર (હિ.સ.) : પોરબંદર છેલ્લા ઘણા વર્ષોથી વિકાસ ઝંખી રહ્યુ છે, ખાસ કરીને ઉદ્યોગોને લઈ પોરબંદરવાસીઓની અનેક આશા અને અપેક્ષાઓ છે. તેવા સમયે પોરબંદરના સાંસદ ડો.મનસુખ માંડવિયા કેન્દ્રના મંત્રી છે તો પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડીયા રાજય સરકારમાં કેબીનેટ મંત્રી છે. આ પ્રકારનો રાજકીય સંયોગ વર્ષો બાદ જોવા મળ્યો છે બન્ને નેતા પોરબંદરના વિકાસ માટેના પ્રયાસો કરી રહ્યા છે પોરબંદરને પ્રવાસન ક્ષેત્ર વિકાસવા માટે મોકર સાગર વેટલેન્ડના વિકાસનુ કામ શરૂ થયુ છે. તો રંગબાઈ નજીક સાંસ્કૃતિક વન બનવાની દિશામા પ્રયાસો થઈ રહ્યા છે. વિસાવાડા બીચના વિકાસની વાતો થઈ રહી છે તો પોરબંદરમા ઈન્ડોર સ્ટેડીયમ બનાવા તેમજ 100 કરોડના ખર્ચે મીની સાયન્સ સીટી બનાવાની દિશામા પણ પ્રયાસો કરવામા આવી રહ્યા છે. તો શુક્રવારે રાજકોટ-પોરબંદરની વધુ બે ટ્રેનની ભેટ આપવામા આવી છે. રાજકોટથી ટ્રેનમા મુસાફરી કરી પોરબંદર આવેલા પોરબંદરના સાંસદ અને કેન્દ્રી મંત્રી ડો. મનસુખ માંડવિયા વિકાસની ટ્રેન લાવ્યા હોય તેમ તેમણે રેલવે સ્ટેશન ખાતે આયોજીત સમારોહમા બંદરના વિકાસની વાત કરી હતી. બંદર સુધી ટ્રેનની કનેકટીવીટીના આયોજન જણાવ્યુ હતુ, તેના ફાયદા પણ જણાવ્યા હતા સમુદ્ર કિનારા આસપાસ ફનિર્ચર પાર્ક બનાવાની આશા વ્યકત કરી હતી સૌથી મહત્વનુ તેમણે સુદામનગરી અને ગાંધી જન્મભૂમિ તરીકે વિશ્વ વિખ્યાત પોરબંદર માટે સોમનાથ અને દ્રારકાને જોડતી હેરીટેજ ટ્રેન શરૂ કરવાની વાત પણ કરી હતી. આત્મવિશ્વાસ સાથે ડો. મનસુખ માંડવિયાએ એવુ પણ જણાવ્યુ હતુ મારા અને અર્જુન પર વિશ્વાસ રાખજો પોરબંદના વિકાસના દ્રાર ચોક્કસ ખોલીશુ.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya