જામનગર દક્ષિણ વિધાનસભા વિસ્તારમાં નીકળી એકતા પદયાત્રા : ધારાસભ્ય દિવ્યેશ અકબરીએ પ્રસ્થાન કરાવ્યું
જામનગર, 15 નવેમ્બર (હિ.સ.) જામનગર શહેરમાં સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે જામનગર 79 વિધાનસભા મત વિસ્તારના રણજીતનગર પટેલ સમાજ પાસેથી યુનિટી માર્ચ-પદયાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવ્યો હતો, પંચેશ્વર ટાવર ખાતે પુર્ણ કરવામાં આવી
એકતા પદયાત્રા


જામનગર, 15 નવેમ્બર (હિ.સ.) જામનગર શહેરમાં સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે જામનગર 79 વિધાનસભા મત વિસ્તારના રણજીતનગર પટેલ સમાજ પાસેથી યુનિટી માર્ચ-પદયાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવ્યો હતો, પંચેશ્વર ટાવર ખાતે પુર્ણ કરવામાં આવી હતી.

પદયાત્રાના પ્રારંભ પુર્વે હર ધર સ્વદેશીના સૂત્ર સાથે આત્મનિર્ભર ભારતની દિશામાં અને વિકસિત ભારત 2047 ની પરીકલ્પનાને સાકર કરવાના સંકલ્પ કરાયા હતા.

જામનગરની 79-વિધાનસભા વિસ્તારમાં શુક્રવારના રોજ રણજીતનગર પટેલ સમાજ પાસે આવેલ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફુલહાર માર્ચ-પદયાત્રાને કરીને યુનિટી ધારાસભ્ય દિવ્યેશ અકબરી, મેયર ખીમસુર્યા વિનોદ સહિતનાએ લીલી ઝંડી આપવામાં આવી હતી.

આ પદયાત્રા નવાનગર સિક્કાના સર્કલ રોડ (58-દિગ્વિજય પ્લોટ) પ્લોટ પોલીસ ચોકી, પવનચક્કી, એમ.જે.પાર્ક સોસાયટી રોડ, ખંભાળિયા ગેઈટ, હવાઈ ચોક, સેન્ટ્રલ બેંક, બર્ધન ચોક, દરબારગઢ, શાક માર્કેટ, સજુબા સ્કુલ, બેડી ગેઈટ થઈને પંચેશ્વર ટાવર ખાતે પુર્ણ કરવામાં આવી હતી.

જેમાં શહેર ભાજપ પ્રમુખ બીના કોઠારી, સ્ટે.કમિટીના ચેરમેન નિલેશભાઈ સહિતના ભાજપના આગેવાનો, નેતાઓ તેમજ મ્યુ.કમિશનર ડી.એન. મોદી,ડીએમસી દેવેન્દ્ર સિંહ ઝાલા, સીટી ઈજનેર ભાવેશ જાની સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. શહેરની ખાનગી તેમજ સરકારી શાળા અને કોલેજોના વિદ્યાર્થીઓ, શિક્ષકગણ, સ્વૈછિક સંસ્થાઓના પ્રતિનિધિઓ, સામાજિક આગેવાનો, મંડળો, એનસીસી, હોમગાર્ડ, પોલીસ સહિતના મોટી સંખ્યામાં જોડાયા હતા.

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande