
વલસાડ, 17 નવેમ્બર (હિ.સ.) : વલસાડ ડિસ્ટ્રિક્ટ બેડમિન્ટન એસોસિયેશન અને અતુલ ક્લબના સંયુક્ત ઉપક્રમે ‘ગુજરાત સ્ટેટ બેડમિન્ટન ચેમ્પિયનશિપ–2025’ની ફાઈનલ મેચો તા. 16 નવેમ્બર 2025ના રોજ અતુલ ક્લબ ખાતે સફળતાપૂર્વક યોજાઈ હતી. રાજ્યભરના અગ્રણી અને નામાંકિત કુલ 94 ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ સ્પર્ધા માટે ગુજરાતના કુલ 105 ખેલાડીઓનું રજિસ્ટ્રેશન થયું હતું, જેમાંથી 100 મેચો રમાઈ હતી.
ટુર્નામેન્ટના વિવિધ ઇવેન્ટ્સમાં નીચે મુજબના ખેલાડીઓ વિજેતા બન્યા:
મિક્સ ડબલ્સ: મોહમ્મદઅલી મીર – તનિશા નાયર
મેન્સ ડબલ્સ: ભાવિન જાદવ – પુરુષોત્તમ અવટે
વુમન્સ ડબલ્સ: બ્રિન્દ્રા શિન્દે – ફ્લોરા ઈન્જિંનીયર
મેન્સ સિંગલ્સ: આર્યમન ટંડન
વુમન્સ સિંગલ્સ: અનેરી કોટક
ફાઈનલ મેચો પૂર્ણ થયા બાદ ઇનામ વિતરણ સમારોહ યોજાયો હતો, જેમાં—ગુજરાત બેડમિન્ટન એસોસિએશનના પ્રમુખ એસ.એ. રાવલ,અતુલ ક્લબના ટ્રસ્ટી વિવેક ગદર, એસોસિએશનની પ્રમુખ અર્ચનાબેન હાજર રહી ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા. સમગ્ર ટુર્નામેન્ટને સુસજ્જ અને સફળ બનાવવા માટે વલસાડ ડિસ્ટ્રિક્ટ બેડમિન્ટન એસોસિએશનના આયોજક વિવેક દેસાઈએ ઉત્તમ આયોજન કર્યું હતું. મેચ રેફરી તરીકે થોમસ પી. સુરતી અને ડેપ્યુટી રેફરી તેમજ અમ્પાયર્સની સંપૂર્ણ ટીમે કાર્યભાર સંભાળી સફળતાપૂર્વક સેવા આપી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે