
પાટણ, 17 નવેમ્બર (હિ.સ.) સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે, 17 ચાણસ્મામાં વિધાનસભા દ્વારા યુનિટી માર્ચનું આયોજન થયું. આ પદયાત્રા ગંગેટ ગામથી શરૂ થઈ ચાણસ્માના સરદાર ચોક સુધી ગઈ, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા.
યુનિટી માર્ચનો મુખ્ય ઉદ્દેશ્ય દેશની એકતા, અખંડિતતા અને સરદાર પટેલના રાષ્ટ્રપ્રેમના સંદેશને મજબૂત કરવાનો હતો. પદયાત્રામાં 150 ફૂટનો વિશાળ તિરંગો લહેરાવવામાં આવ્યો હતો, જે અખંડ ભારતના નિર્માણ અને દેશપ્રેમની ભાવનાનું પ્રતિક હતું.
ગંગેટ ગામથી શરૂ થયેલી પદયાત્રાનું જીતોડા ગામના ગ્રામજનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ, જીતોડા રોડ પર આવેલા ઘોડા ફાર્મ ખાતે ચાણસ્મા શહેર ભાજપ દ્વારા પણ પદયાત્રીઓનું ઉષ્માભર્યું સ્વાગત થયું. યુનિટી માર્ચ ચાણસ્માના સરદાર ચોક પર પહોંચતા નગરજનો દ્વારા તેને ભવ્ય સ્વાગત આપવામાં આવ્યું.
આ પ્રસંગે કિસાન મોરચાના પ્રદેશ અગ્રણી હિતેશ પટેલ, સાંસદ ભરતસિંહ ડાભી અને પૂર્વ ધારાસભ્ય દિલીપજી ઠાકોરે સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવી. યુનિટી માર્ચમાં વિધાનસભાના તમામ પ્રમુખ-મહામંત્રીઓ, પાર્ટીના અગ્રણીઓ અને વિવિધ સામાજિક-ધાર્મિક સંસ્થાઓના આગેવાનો ઉપસ્થિત રહ્યા.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ