ધારુકાવાળા કોલેજમાં મંચ પર, સ્પીચ આપતી યુવતીનું અચાનક બેભાન થતાં મોત
સુરત , 17 નવેમ્બર (હિ.સ.)-સુરત શહેરમાં છેલ્લા ઘણા સમયથી અચાનક બેભાન થયા પછી મોતની ઘટનાઓ સતત વધી રહી છે. લગભગ દરરોજ એક કે બે લોકોની આવી રીતે મૃત્યુ પામવાની કિસ્સાઓ સામે આવી રહ્યા છે. હવે ફરી એવી જ ચોંકાવનારી ઘટના કાપોદ્રા વિસ્તારમાં રહેતી લોકોને હચમ
Surat


સુરત , 17 નવેમ્બર (હિ.સ.)-સુરત શહેરમાં છેલ્લા ઘણા સમયથી અચાનક બેભાન થયા પછી મોતની ઘટનાઓ સતત વધી રહી છે. લગભગ દરરોજ એક કે બે લોકોની આવી રીતે મૃત્યુ પામવાની કિસ્સાઓ સામે આવી રહ્યા છે. હવે ફરી એવી જ ચોંકાવનારી ઘટના કાપોદ્રા વિસ્તારમાં રહેતી લોકોને હચમચાવી ગઈ છે.

ધારુકાવાળા કોલેજના ઓડિટોરિયમમાં મંચ પર સ્પીચ આપતી 24 વર્ષીય અમદાવાદની યુવતી જીલબેન ઠક્કર, અચાનક બેભાન થઈ પડી હતી. તરત જ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હોવા છતાં તબીબોએ તેને મૃત જાહેર કરી હતી.

ચલતી સ્પીચ દરમિયાન અચાનક જમીન પર ઢળી પડી

કાપોદ્રા પોલીસના જણાવ્યા મુજબ—

અમદાવાદના રાયપુરમાં રહેતી જીલબેન સુરેશભાઈ ઠક્કર IT કંપનીમાં કામ કરતી હતી. સુરતની ધારુકાવાળા કોલેજમાં કંપનીનું કેમ્પ ચાલતું હોવાથી તે અહીં સ્પીચ આપવા આવી હતી.મંચ પર પ્રેઝન્ટેશન આપતી વખતે જ તે અચાનક બેભાન થઈ પડી હતી.કોલેજ સ્ટાફે તાત્કાલિક મદદ કરી અને નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા,પરંતુ તબીબોએ પ્રાથમિક સારવાર દરમિયાન જ તેને મૃત જાહેર કરી દીધી.

મોતનું કારણ સ્પષ્ટ નહિ, સેમ્પલ મોકલ્યા, હાર્ટ એટેકની શંકા

કાપોદ્રા પોલીસ મુજબ—જીલબેનના મૃતદેહનું પોસ્ટમોર્ટમ પૂર્ણ થયું છે.મોતનું ચોક્કસ કારણ જાણવા જરૂરી સેમ્પલ લઈ તપાસ માટે મોકલવામાં આવ્યા છે. પ્રાથમિક અનુમાન મુજબ હાર્ટ એટેકની શક્યતા વધુ જણાઈ રહી છે.મૃતકનો એક મોટો ભાઈ હોવાનું પણ જાણવા મળ્યું છે.

સુરતમાં અચાનક બેભાન થઈ મોતના કેસોમાં સતત વધારો

સુરતમાં છેલ્લા ઘણા દિવસોથી અચાનક બેભાન થઈ જતા—હાર્ટ અટેક,કાર્ડિયાક અરેસ્ટ જવા કારણે યુવાનથી લઈ મધ્યવયના લોકોના મોતના બનાવો વધ્યા છે.

દરરોજ 1–2 આવા કેસ નોંધાઈ રહ્યા છે, જેમાં મોટા ભાગે તબીબી તપાસ બાદ હાર્ટની સમસ્યાઓ કારણભૂત હોવાનું સામે આવે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande