
પોરબંદર, 17 નવેમ્બર (હિ.સ.) પોરબંદરના માધવપુર બીચ ખાતે અકસ્માતની ઘટના બની હતી બેફામ બનીને દોડતા કારના ચાલકે આર્મીના જવાનને અડફેટ લઈ ઇજા પહોંચાડી હતી માધવપુર બીચ સદામ હુશેન મીઠ્ઠીયા આર્મીના સાધનો ભરેલા વાહન પાસે ઉભા હતા તે દરમ્યાન કાર ના ચાલકે પોતાની કાર બે ફિકરાઈથી ચલાવી અને સાઈડમા પાર્ક કરેલી આર્મીની જીપને ઠોકર મારી જેમા સદામ હુશેન મીઠ્ઠીયાને અડફેટ લઈ માથાના ભાગે ગંભીર ઈજા પહોચાડી હતી આ બનાવ અંગે માધવપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya