
અમદાવાદ, 17 નવેમ્બર (હિ.સ.) : અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન દ્રારા આરાધના ટૉક્સના સહયોગમાં “ઇન્ડિયા રાઇઝિંગ: ચેલેન્જીસ, ચોઈસીસ એન્ડ ચાન્સીસ અહેડ” વિષય પર ડૉ. આનંદ રંગનાથન, વૈજ્ઞાનિક, લેખક અને સ્વરાજ્યના કન્સલ્ટિંગ એડિટર દ્રારા સંબોધિત એક વિશેષ વાર્તાલાપનું આયોજન એએમએ ખાતે કરવામાં આવ્યું હતું.
એએમએના ઉપપ્રમુખ મોહલ સારાભાઈએ સ્વાગત પ્રવચન અને વિષય અંગે પરિચય આપ્યો હતો.
આ વાર્તાલાપમાં ડૉ.રંગનાથને ભારતના પરિવર્તનની યાત્રા અને રાષ્ટ્રના ભવિષ્યને આકાર આપવા માટે શું જરૂરી છે તેના પર આંતરદૃષ્ટિ અને વિચારો રજૂ કર્યા હતાં. ડૉ.રંગનાથને રાષ્ટ્રની સફળતાને વ્યાખ્યાયિત કરતા માપદંડ પર પ્રકાશ પાડ્યો હતો અને શા માટે એક દેશ માટે સફળતાના મૂળભૂત સિદ્ધાંતોને ઓળખવા આપણા માટે મહત્વપૂર્ણ છે તે સમજાવ્યું હતું. વિકસિત ભારત@2047 પર કેન્દ્રિત કરીને, ડૉ.રંગનાથને 1947 થી ભારતની સફરની ઝાંખી આપી હતી, જેમાં આયુષ્ય દર, સાક્ષરતા દર, ગરીબી દર, બાળ મૃત્યુદર, ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ, અને સ્ટાર્ટ-અપ્સ જેવા મુદ્દાઓ પર વાત કરી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ