પોરબંદરમાં અર્બન ગ્રીન મિશન કાર્યક્રમ યોજના હેઠળ અરજી પ્રક્રિયા શરૂ
પોરબંદર, 17 નવેમ્બર (હિ.સ.) : પોરબંદર જિલ્લાના માળીઓ માટે વર્ષ 2025-26માં બાગાયત ખાતાની અર્બન ગ્રીન મિશન કાર્યક્રમ (માળી તાલીમ) યોજનામાં અરજીઓ કરવા આઇ ખેડુત પોર્ટલ-2.0 તારીખ 17 નવેમ્બર 2025થી 06 ડિસેમ્બર 2025 સુધી ખુલ્લુ મુકવામાં આવ્યુ છે. ખેડુત
પોરબંદરમાં અર્બન ગ્રીન મિશન કાર્યક્રમ (માળી તાલીમ) યોજના હેઠળ અરજી પ્રક્રિયા શરૂ.


પોરબંદર, 17 નવેમ્બર (હિ.સ.) : પોરબંદર જિલ્લાના માળીઓ માટે વર્ષ 2025-26માં બાગાયત ખાતાની અર્બન ગ્રીન મિશન કાર્યક્રમ (માળી તાલીમ) યોજનામાં અરજીઓ કરવા આઇ ખેડુત પોર્ટલ-2.0 તારીખ 17 નવેમ્બર 2025થી 06 ડિસેમ્બર 2025 સુધી ખુલ્લુ મુકવામાં આવ્યુ છે.

ખેડુત મિત્રોએ નવી અરજી કરતાં પહેલા નવીન આઇ ખેડુત પોર્ટલ-2.0માં નોંધણી કરવી ફરજિયાત છે. ત્યારબાદ લાભ મેળવવા માટે ઓનલાઇન અરજી કરી શકાશે તેમજ અરજીમાં જણાવ્યા મુજબના ડોક્યુમેન્ટ અપલોડ કરી અરજી કન્ફર્મ કરી અરજીની પ્રિન્ટ લઇ પોતાની પાસેજ રાખવાની રહેશે. જેની નકલ મંજૂરી મળ્યા બાદ કલેઇમ સબમીટ કરતી વખતે સહી કરી જરૂરી સાધનિક કાગળો સાથે નાયબ બાગાયત નિયામકની કચેરી, પ્રથમ માળ, રૂમનં.20, જીલ્લા સેવા સદન-2, સાંદિપની રોડ, પોરબંદર ખાતે જમાં કરાવવાનુ રહેશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande