મર્ચન્ટ કોલેજ, બાસણામાં કોપી કેસનો પ્રયાસ ઝડપાયો, 18 શંકાસ્પદ ઉત્તરવહીઓ જપ્ત
પાટણ, 17 નવેમ્બર (હિ.સ.) હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના અનુસ્નાતક સેમ 3 અને સ્નાતક સેમ 5ની પરીક્ષામાં મહેસાણાની મર્ચન્ટ કોલેજ, બાસણા ખાતે કડક મોનિટરિંગ વચ્ચે કોપી કેસનો પ્રયાસ ઝડપાયો છે. યુનિવર્સિટીની સ્ક્વોડ ટીમે સ્થળ પરથી 18 શંકાસ્પ
મર્ચન્ટ કોલેજ, બાસણામાં કોપી કેસનો પ્રયાસ ઝડપાયો, 18 શંકાસ્પદ ઉત્તરવહીઓ જપ્ત


પાટણ, 17 નવેમ્બર (હિ.સ.) હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના અનુસ્નાતક સેમ 3 અને સ્નાતક સેમ 5ની પરીક્ષામાં મહેસાણાની મર્ચન્ટ કોલેજ, બાસણા ખાતે કડક મોનિટરિંગ વચ્ચે કોપી કેસનો પ્રયાસ ઝડપાયો છે. યુનિવર્સિટીની સ્ક્વોડ ટીમે સ્થળ પરથી 18 શંકાસ્પદ ઉત્તરવહીઓ જપ્ત કરી ચુકી છે.

રજિસ્ટ્રાર રોહિત દેસાઈએ જણાવ્યું કે, યુનિવર્સિટી દ્વારા તપાસ માટે કમિટી રચવામાં આવી છે અને કોલેજને ખુલાસા માટે નોટિસ આપવામાં આવી છે. ઓબ્ઝર્વેશન કન્વીનર ડો. કે.કે. પટેલે જપ્ત કરાયેલ ઉત્તરવહીઓની પુષ્ટિ કરી હતી.યુનિવર્સિટી 108 જેટલા સેન્ટરો પર પરીક્ષાઓ સક્રિય રીતે યોજી રહી છે. સીધી નજર માટે સીસીટીવી અને રોજ 210 ઓબ્ઝર્વર્સની મદદ લઈ કેન્દ્રોનું સતત નિરીક્ષણ કરવામાં આવે છે.

કોપી કેસમાં બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્ય, સરકારી અને ગ્રાન્ટેડ કોલેજના પ્રિન્સિપાલ તથા એક તજજ્ઞને સમાવેશ કરીને તપાસ કમિટી બનાવવામાં આવી છે. કમિટી રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી લેવામાં આવશે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande