


ગોધરા,, 17 નવેમ્બર (હિ.સ.) ખેલ મહાકુંભ-૨૦૨૫ અંતર્ગત પંચમહાલ જિલ્લા કક્ષાની બાસ્કેટબોલ સ્પર્ધાનું સફળ આયોજન કરાયું
સ્પોર્ટ્સ સંકુલ ગોધરા ખાતે આયોજિત સ્પર્ધામાં જિલ્લાના ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો, રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજિત તેમજ જિલ્લા રમતગમત અધિકારીની કચેરી અને જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી, પંચમહાલ સંચાલિત ખેલ મહાકુંભ-2025 અંતર્ગત આજરોજ, રોજ, જિલ્લા કક્ષાની બાસ્કેટબોલ સ્પર્ધાનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.
આ સ્પર્ધા ગોધરા ખાતેના સ્પોર્ટ્સ સંકુલ અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, કનેલાવ ખાતે યોજવામાં આવી હતી. ખેલ મહાકુંભ-2025 અંતર્ગત આયોજિત આ બાસ્કેટબોલ સ્પર્ધામાં પંચમહાલ જિલ્લાના યુવા ખેલાડીઓએ ભારે ઉત્સાહ સાથે ભાગ લીધો હતો. આ જિલ્લા કક્ષાની સ્પર્ધામાં અંડર-14 , અંડર-17 અને ઓપન એમ ત્રણેય વિભાગમાં ભાઈઓ અને બહેનોએ પોતાનું કૌશલ્ય પ્રદર્શિત કર્યું હતું.
આ પ્રસંગે પંચમહાલ જિલ્લાના રમતગમત અધિકારી કુ. મયુરબાળા ગોહિલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા. ખેલાડીઓએ રમતગમતની ભાવના અને શિસ્ત સાથે ઉચ્ચ સ્તરનું પ્રદર્શન કરીને સ્પર્ધાને રોમાંચક બનાવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / મહેરા હર્ષદ