

- 13 લાખનો દારૂ અને 7 લાખની ટ્રક મળી કુલ 20 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે
ભરૂચ,17 નવેમ્બર (હિ.સ.) વાલિયા તાલુકાના મોખડી ગામમાં ટેકરી ફળીયામાં એક બુટલેગરના ઘરમાં ટ્રકમાંથી ભરૂચ એલસીબીએ 13 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો.જ્યારે વાલિયા પોલીસને વાલિયામાં ક્યાં ક્યાં વિદેશી દારૂનો વેપલો ચાલે છે તે મળતું જ નથી.આગવ પણ ભરૂચ એલસીબીએ ભરૂચથી આવીને મોટાપાયે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો.
ભરૂચ એલસીબી પીઆઈ એમ.પી.વાળાએ તેના પીએસઆઈ આર.કે.ટોરાણીને સૂચના આપી હતી કે વાલિયા તાલુકામાં વિદેશી દારૂની રેડ કરો તેના આધારે વાલિયા તાલુકાના નિકોલી ગામનો સંજય વસાવાએ ટ્રક માં ઇંગ્લીશ દારૂ ભરીને મોખડી ગામે ટેકરી ફળીયામાં ખાડી તરફ જવાના રસ્તા પર સંતાડી રાખેલ છે .આ બાતમી આધારે મોખડી ગામે ટેકરી ફળીયામાં પ્રોહી રેડ કરી ટ્રક નો પકડી તેમાથી વિદેશી દારૂની કંપનીની શીલબંધ 5433 બોટલ જેની કિંમત 13.24 લાખ અને ટ્રક 7 લાખનો મળી કુલ મુદ્દામાલ 20.24 લાખનો પકડી બે બુટલેગરોને વોન્ટેડ જાહેર કરી પ્રોહી એકટની કલમો મુજબ કાર્યવાહી કરી વાલિયા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કર્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ