બાબરા માર્કેટિંગ યાર્ડમાં કપાસની ધમધમતી આવક: 18 હજાર મણની એન્ટ્રીથી યાર્ડ છલકાયો, ખેડૂતોમાં ખુશીનો માહોલ
અમરેલી, 17 નવેમ્બર (હિ.સ.) : બાબરા માર્કેટિંગ યાર્ડમાં આજે કપાસની મબલખ આવક નોંધાતા સમગ્ર યાર્ડ વેપારથી ખચોખચ છલકાઈ ગયો. બાબરા સાથે બોટાદ, વલ્લભીપુર, રંઘોળા, ચિતલ અને જસદણ વિસ્તારોના ખેડૂતો પોતાના પાકની વેચવણી માટે યાર્ડમાં ઉમટી પડ્યા હતા. દિવસ દરમિ
બાબરા માર્કેટિંગ યાર્ડમાં કપાસની ધમધમતી આવક: 18 હજાર મણની એન્ટ્રીથી યાર્ડ છલકાયો, ખેડૂતોમાં ખુશીનો માહોલ


અમરેલી, 17 નવેમ્બર (હિ.સ.) : બાબરા માર્કેટિંગ યાર્ડમાં આજે કપાસની મબલખ આવક નોંધાતા સમગ્ર યાર્ડ વેપારથી ખચોખચ છલકાઈ ગયો. બાબરા સાથે બોટાદ, વલ્લભીપુર, રંઘોળા, ચિતલ અને જસદણ વિસ્તારોના ખેડૂતો પોતાના પાકની વેચવણી માટે યાર્ડમાં ઉમટી પડ્યા હતા. દિવસ દરમિયાન કુલ 18 હજાર મણ જેટલી કપાસની આવક નોંધાઈ, જે આ સીઝનની નોંધપાત્ર આવક ગણાય છે.

કપાસ માટે આજે ખેડૂતોને 1300 થી 1575 રૂપિયા પ્રતિ મણના ભાવ મળતા ખેડૂતોમાં ખુશી છવાઈ ગઈ હતી. ખાસ કરીને છેલ્લા કેટલાક સમયથી બજારમાં ભાવમાં થતાં ઉતાર-ચઢાવ વચ્ચે આજે મળેલા સારા ભાવોએ ખેડૂતોમાં ઉત્સાહ ફૂંક્યો છે. યાર્ડમાં વાહનીઓની અવરજવર અને ગાડી-ગાડીથી ઉતરતા પાકના ઢગલાઓએ બજારને જીવંત બનાવી દીધું હતું.

બાબરા યાર્ડના વેપારીઓ મુજબ, સીઝન આગળ વધતાં આવકમાં વધુ વૃદ્ધિ થવાની શક્યતા છે. ખેડૂતો દ્વારા લાવવામાં આવેલા કપાસની ગુણવત્તા પણ સરેરાશથી સારી જોવા મળી રહી છે, જેના કારણે વેપારીઓએ ખરીદીમાં રસ બતાવ્યો છે. કપાસની મબલખ આવક અને સારા ભાવોથી ખેડૂતોમાં સંતોષનો માહોલ છે, જ્યારે યાર્ડ સંચાલન દ્વારા વ્યવસ્થાઓને સુગમ રાખવા માટે વધારાના સ્ટાફની વ્યવસ્થા કરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande