
જામનગર, 17 નવેમ્બર (હિ.સ.) : જામનગર મહાનગરપાલિકાના વિવિધ વિકાસકામોના માટે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ આગામી 20મીએ ગુરૂવારના દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જામનગર આવી રહ્યા છે. એમના હસ્તે કુલ રૂ.451 કરોડના વિવિધ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત યોજાશે. મુખ્ય કાર્યક્રમ જો કે સવારના ભાગમાં શહેરની મધ્યમાં આવેલાં ટાઉનહોલ ખાતે યોજાશે. મુખ્યમંત્રીના આ કાર્યક્રમમાં રૂ. 22.99 કરોડના ખર્ચે નિર્માણ પામેલાં સૌરાષ્ટ્રના સૌથી મોટા એવા ફ્લાયઓવરનું લોકાર્પણ થશે. જામનગરમાં ઓગસ્ટ 2021થી નિર્માણાધીન સૌરાષ્ટ્રનો સૌથી લાંબો 3.5 કિલોમીટરનો ફ્લાયઓવર 226 કરોડના ખર્ચે સંપૂર્ણપણે તૈયાર થઈ ગયો છે. હાલ બ્રિજ નીચેના ભાગમાં પાર્કિંગ, સર્વિસ રોડ અને બ્રિજ ઉપર રિફ્લેક્ટર્સ, પીળા-કાળા-સફેદ પટ્ટા લગાવવાની કામગીરી અંતિમ તબક્કામાં છે. બ્રિજ પર લાઈટો પણ લગાવી દેવામાં આવી છે.
રાજ્ય સરકારે જામનગર શહેરના સુભાષબ્રિજથી સાત રસ્તા સુધીના ફ્લાયઓવર માટે 197 કરોડની ગ્રાન્ટ ફાળવી હતી. 3450 મીટર લાંબો આ બ્રિજ 139 પિલર્સ પર ઊભો કરવામાં આવ્યો છે. આ ફ્લાયઓવરને ઈન્દિરા માર્ગ પર સાત રસ્તાથી ઓશવાળ સેન્ટર વચ્ચે, તેમજ ખંભાળિયા રોડ પર ઓશવાળ સેન્ટરના બીજા મુખ્ય દરવાજા તરફ એક-એક ટુ-ટ્રેક રેમ્પ આપવામાં આવ્યા છે. રાજ્ય સરકારે જામનગર શહેરના સુભાષબ્રિજથી સાત રસ્તા સુધીના ફ્લાયઓવર માટે 197 કરોડની ગ્રાન્ટ ફાળવી હતી. 3450 મીટર લાંબો આ બ્રિજ 139 પિલર્સ પર ઊભો કરવામાં આવ્યો છે. આ ફ્લાયઓવરને ઈન્દિરા માર્ગ પર સાત રસ્તાથી ઓશવાળ સેન્ટર વચ્ચે, તેમજ ખંભાળિયા રોડ પર ઓશવાળ સેન્ટરના બીજા મુખ્ય દરવાજા તરફ એક-એક ટુ-ટ્રેક રેમ્પ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત, સુભાષબ્રિજથી આવતા વાહનો માટે અને સાત રસ્તા સર્કલમાં જાડાના બિલ્ડિંગ પાસે પણ એક રેમ્પ બનાવવામાં આવ્યો છે. મુખ્ય બ્રિજ 15 મીટર પહોળો એટલે કે ફોર-ટ્રેક છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt