

પોરબંદર, 17 નવેમ્બર (હિ.સ.) : પોરબંદર નજીકના ભારવાડા ગામ નજીક આવેલા ગોરડીયાધાર બરડા સાગર ડેમના કિનારે દેશી દારૂની ભઠ્ઠી ચાલી રહી હોવાની બાતમીના આધારે એલસીબીએ દરોડો પાડયો હતો. આ દરમ્યાન પોલીસ દેશી દારૂનો આથો 600 લીટર તેમજ દેશી દારૂની ભઠ્ઠીના સાધનો મળી કુલ રૂ.20,150નો મુદામાલ કબ્જે કર્યો હતો. આ દરોડા દરમ્યાન બુટલેગર સુરજ કેશુ શીંગરખીયા અને અજય વજસી સાદિયા હાજર મળી આવ્યા ન હતા, બન્ને શખ્સો સામે બગવદર પોલીસ સ્ટેશનમા ગુન્હો નોંધવામા આવ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya