
દાહોદ, 17 નવેમ્બર (હિ.સ.) : દાહોદ જિલ્લાની દાહોદ વિધાનસભામા સરદાર @ 150 ના ભાગ રૂપે યુનિટી માર્ચનો ભવ્ય કાર્યક્રમ વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડીયા અને રમેશ કટારા રાજ્ય કક્ષાના કૃષિ અને ખેડૂત મંત્રી તથા સાંસદ જસવંતસિંહ ભાભોર ની ઉપસ્થિતિમાં યોજાયો હતો.
2025મા સરદાર વલ્લભાઈ પટેલ ની 150મી જયંતિ ઉજવણીના ભાગ રૂપે આજે દાહોદ વિધાનસભામાં નવીજીવન આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે એક સભા યોજાઈ. જેમાં શરૂઆતમાં દીપ પ્રાગટ્ય કરી ઉપસ્થિત મહેમાનો બુકે આપી સ્વાગત કરવામાં આવ્યું ત્યાર બાદ દાહોદ જિલ્લા કલેક્ટર દ્વારા આમંત્રિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું. આપણે સૌ એ સરદાર સાહેબના આત્મ નિર્ભર ભારત સ્વદેશી અને સ્વચ્છતા ના સંદેશાને અપનાવવાનો છે એક સાથે સૌ એ સ્વદેશી શપથ લીધા હતા સભા બાદ આમંત્રિત મહેમાનો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ લીલી ઝંડી આપી સરદાર@150 સરદાર યુનિટી માર્ચ યાત્રા વહેલી સવારે શુરૂ થઇ હતી. ત્યાર બાદ મહાનુભાવના હસ્તે આ યાત્રામાં સરદાર પટેલનું સ્ટેચ્યુ ઓફ યુનિટી નું સ્ટેચ્યુ શહેરના રાજમાર્ગો પર ફેરવવામાં આવી હતી. આ યાત્રા દાહોદ કોલેજ થી સ્ટેશન રોડ થઇ, ભગિની સર્કલ થી નગર પાલિકા ગાંધી ચોક થઇ નેતાજી બઝારથી પડાવ સર્કલ ઉપર પૂર્ણ થઇ હતી.
દાહોદમા પડાવ ઉપર પહોંચી યુનિટી માર્ચમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દાહોદના પડાવમાં આવેલ સરદાર પટેલની મૂર્તિ ને પુષ્પ અર્પણ કર્યું હતું. આ પ્રસંગે દાહોદ જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે, દાહોદ જિલ્લા પોલીસ વડા રવિરાજસિંહ જાડેજા, DYSP જગદીશ ભંડારી, દાહોદ જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર, ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, શૈલેષ ભાભોર, મહેન્દ્ર ભાભોર, મહેશ ભુરીયા તથા બચુ ખાબડ ઉપસ્થિત રહ્યા હતા, સાથે સાથે પોલીસ મહિલા તથા પોલીસ જવાનો એનસીસી કેડેટ શાળાના વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Nehal Shah