જૂનાગઢ કોરોના સમયમાં બંધ થયેલી રાજકોટ, વેરાવળ પેસેન્જર ટ્રેન ફરી શરૂ કરવા માંગણી
જૂનાગઢ, 17 નવેમ્બર (હિ.સ.) : કોરોના સમયમાં બંધ થયેલી રાજકોટ, વેરાવળ પેસેન્જર ટ્રેન શરૂ કરવા માંગણી ઉઠી છે. છેલ્લા ચાર-પાંચ મહિના થી ઘણી બધી નવી ટ્રેનો શરૂ થઈ છે. પરંતુ રેલવે વિભાગ દ્વારા સોરઠને અન્યાય થઈ રહ્યો છે સોરઠને એક પણ ટ્રેન ઘણા જ લાંબા સમય
રાજકોટ, વેરાવળ પેસેન્જર ટ્રેન ફરી શરૂ કરો


જૂનાગઢ, 17 નવેમ્બર (હિ.સ.) : કોરોના સમયમાં બંધ થયેલી રાજકોટ, વેરાવળ પેસેન્જર ટ્રેન શરૂ કરવા માંગણી ઉઠી છે. છેલ્લા ચાર-પાંચ મહિના થી ઘણી બધી નવી ટ્રેનો શરૂ થઈ છે. પરંતુ રેલવે વિભાગ દ્વારા સોરઠને અન્યાય થઈ રહ્યો છે સોરઠને એક પણ ટ્રેન ઘણા જ લાંબા સમય થી આપી નથી, પરંતુ જે ટ્રેન ચાલુ હતી એ પણ આજથી પાંચ વર્ષ પહેલા કોરોનાના સમયમાં બંધ કરેલી છે એ હજુ પણ શરૂ કરવામાં આવી નથી. આ અંગે સોરઠ રેલવે પેસેન્જર હિતરક્ષક સમિતિના કન્વીનર દ્રારા રેલવે વિભાગને પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે. અત્રે નોંધનીય છે કે રાજકોટ થી સવારના 5 વાગ્યે ઉપડતી રાજકોટ વેરાવળ લોકલ પેસેન્જર ટ્રેન રાજકોટ થી પાંચ વાગે ઉપડી અને વેરાવળ રેલવે સ્ટેશને 10 વાગ્યે આવતી હતી જે હજુ સુધી શરૂ કરવામાં આવી નથી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande