સિદ્ધપુર ખાતે સરદાર પટેલની 150મી જન્મજયંતિના અવસરે એકતા યાત્રા યોજાશે
પાટણ, 17 નવેમ્બર (હિ.સ.) : સિદ્ધપુર ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિના અવસર પર પાટણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લા કક્ષાની ‘એકતા યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રાનો મુખ્ય હેતુ સરદાર પટેલના લોકશાહી રાષ્ટ્ર નિર્માણના સંદેશને જ
સિદ્ધપુર ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિના અવસર પર જિલ્લા કક્ષાની એકતા યાત્રા.


પાટણ, 17 નવેમ્બર (હિ.સ.) : સિદ્ધપુર ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિના અવસર પર પાટણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લા કક્ષાની ‘એકતા યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રાનો મુખ્ય હેતુ સરદાર પટેલના લોકશાહી રાષ્ટ્ર નિર્માણના સંદેશને જનસમુદાય સુધી પહોંચાડવાનો છે.

એકતા પદયાત્રા 20 નવેમ્બર, 2025ના ગુરુવારે સવારે 8 વાગ્યે સિદ્ધપુરના જુના ટાવર નજીક સ્થિત સરદાર પટેલના સ્ટેચ્યુ પાસેથી શરૂ થશે. યાત્રા જુના ટાવરથી અંડરપાસ, તાવડીયા ચાર રસ્તા, કાકોશી ચાર રસ્તા અને ગાગલાસણ ગામ માર્ગે આગળ વધશે.

આ અંતિમ તબક્કામાં રેલી સુજાણપુર ગામના ગેટ પાસે પહોંચીને ગોકુલ યુનિવર્સિટી કેમ્પસ ખાતે સમાપ્ત થશે. પાટણ જિલ્લાના તમામ નાગરિકોને આ એકતા યાત્રામાં ઉત્સાહભેર જોડાવાની વિનંતી કરવામાં આવી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande