રાજુલાના આગરિયા ગામમાં પાંચ સિંહોની ધમાકેદાર એન્ટ્રી: શિકારની શોધમાં ગામની શેરીઓમાં મચ્યો હાહાકાર
અમરેલી, 17 નવેમ્બર (હિ.સ.) : અમરેલી જિલ્લામાં ફરી એક વખત સિંહો જોવા મળ્યા છે. રાજુલાના આગરિયા ગામે આજે વહેલી સવારે પાંચ જેટલા સિંહોનું ટોળું ગામની અંદર પ્રવેશતા ગ્રામજનોમાં દહેશત ફેલાઈ ગઈ હતી. શિકારની શોધમાં આ સિંહો ગામની શેરીઓમાં ફરતા નજરે પડ્યા હ
રાજુલાના આગરિયા ગામમાં પાંચ સિંહોની ધમાકેદાર એન્ટ્રી: શિકારની શોધમાં ગામની શેરીઓમાં મચ્યો હાહાકાર


અમરેલી, 17 નવેમ્બર (હિ.સ.) : અમરેલી જિલ્લામાં ફરી એક વખત સિંહો જોવા મળ્યા છે. રાજુલાના આગરિયા ગામે આજે વહેલી સવારે પાંચ જેટલા સિંહોનું ટોળું ગામની અંદર પ્રવેશતા ગ્રામજનોમાં દહેશત ફેલાઈ ગઈ હતી. શિકારની શોધમાં આ સિંહો ગામની શેરીઓમાં ફરતા નજરે પડ્યા હતા અને પશુઓ વચ્ચે ભારે નાસભાગ મચી હતી. ગામની એક શેરીમાં સિંહો દ્વારા શિકાર કરવામાં આવતો દ્રશ્ય સીધો સીસીટીવી કેમેરામાં કેદ થયો છે, જેમાં સિંહોના પાંચેય સભ્યો સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યા છે. શિકારની શોધમાં ફરેતા આ સિંહોનું ટોળું થોડા સમય સુધી ગામની અંદર જ જોવા મળ્યું હતું, જેના કારણે ગ્રામજનો ઘરોમાંથી બહાર જ ન નીકળે તેવી સ્થિતિ સર્જાઈ હતી. પશુઓમાં અફડાતફડી મચતા અનેક સ્થળોએ પશુપાલકો પોતાના પશુઓને સુરક્ષિત સ્થળે દોડી પહોંચાડતા જોવા મળ્યા હતા.

વનવિભાગને ઘટનાની જાણ થતાં જ ટીમ ગામ તરફ દોડી આવી હતી અને સિંહોના મૂવમેન્ટ પર નજર રાખીને તેમને ગામની બહાર તરફ હંકારી દેવાનો પ્રયાસ કર્યો હતો. આગરિયા ગામમાં બનેલી આ ઘટના ફરી એક વાર અમરેલી જિલ્લાના ગામડાઓમાં સિંહોના મજબૂત પ્રભાવને ઉજાગર કરે છે. ગ્રામજનોને સાવચેતી રાખવા અને રાત્રિના સમયે બહાર ન નીકળવા માટે વનવિભાગ દ્વારા સૂચનાઓ આપવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande