તાલાલા વિધાનસભા વિસ્તારમાં બીજા ચરણની પદયાત્રા યોજાઈ,ગુંદરણ થી શરૂ થયેલી પદયાત્રાનું સૂરવા-માધુપુર-જાંબુર થઈ આંકોલવાડી ખાતે સમાપન
સોમનાથ 17 નવેમ્બર (હિ.સ.) સરદાર પટેલની 150 મી જન્મ જયંતિ વર્ષમાં ''એકતા મંત્ર''ને જન-જન સુધી પહોંચાડવા રાજ્યની તમામ વિધાનસભા વિસ્તારમાં યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત આજરોજ ગીર સોમનાથ જિલ્લામાં તાલાલા વિધાનસભામાં બીજા ચરણની પ
આંકોલવાડી ખાતે સમાપન


સોમનાથ 17 નવેમ્બર (હિ.સ.) સરદાર પટેલની 150 મી જન્મ જયંતિ વર્ષમાં 'એકતા મંત્ર'ને જન-જન સુધી પહોંચાડવા રાજ્યની તમામ વિધાનસભા વિસ્તારમાં યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત આજરોજ ગીર સોમનાથ જિલ્લામાં તાલાલા વિધાનસભામાં બીજા ચરણની પદયાત્રા યોજાઈ હતી.

સાંસદ રાજેશભાઈ ચુડાસમા, જિલ્લા પંચાયત પ્રમુખ મંજૂલાબહેન મૂછાર, ધારાસભ્ય ભગવાન બારડ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાયેલી આ પદયાત્રાએ ‘હર ઘર સ્વદેશી – ઘર ઘર સ્વદેશી’ના સંદેશને મજબૂત બનાવ્યો હતો.

સરદાર પટેલનાં અદ્વિતીય રાષ્ટ્રીય યોગદાનને યાદ કરતા પૂર્વ ધારાસભ્ય માધા બોરિચાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી સરદાર વલ્લભભાઈ પટેલની 150 મી જન્મજયંતીના ઉપલક્ષ્યમાં યોજાઈ રહેલી આ યુનિટી માર્ચનો હેતુ જન-જન સુધી રાષ્ટ્રીય એકતાનો ભાવ ઉજાગર કરવાનો છે.

૧૯૪૭માં જ્યારે દેશ આઝાદ થયો ત્યારે પાડોશી દેશના કાંકરીચાળા સામે સરદારે પોતાનું અડગ મનોબળ દર્શાવ્યું હતું. જ્યારે-જ્યારે જૂનાગઢ અને સોમનાથનો ઉલ્લેખ થાય ત્યારે સરદારનું સ્મરણ અચૂક કરવું જ પડે. રજવાડાના એકત્રીકરણ ઉપરાંત જૂનાગઢ અને હૈદરાબાદને જે રીતે સરદારે ભારતમાં જ વિલીનીકરણ કર્યું તે સરદારની ઉત્તમ કૂનેહનું પરિણામ છે.

જે સમાજ પોતાનો ઇતિહાસ ભૂલે છે એ સમાજની અવદશા થાય છે એટલા માટે જ આપણે અભૂતપૂર્વ ઇતિહાસને યાદ કરતા આજે ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ સહિતના નેતાઓ અને ક્રાંતિકારીઓને યાદ કરવા જરૂરી છે. આમ કહી એમણે ઉમેર્યુ હતું કે, આ એકતા પદયાત્રા એ સરદાર સાહેબને સાચી અંજલી છે.

સામાજિક અગ્રણી મહેન્દ્ર પીઠિયાએ સ્વાગત પ્રવચન કરતા રાષ્ટ્ર એકતા પ્રત્યે સરદાર વલ્લભભાઈ પટેલના અડગ મનોબળ અને ભગીરથ પ્રયત્નોનું ભાવ સ્મરણ કર્યું હતું.

ગુંદરણ થી શરૂ થયેલી પદયાત્રાનું સૂરવા-માધુપુર-જાંબુર થઈ આંકોલવાડી ખાતે સમાપન થયું હતું. આ યુનિટી માર્ચમાં જોડાયેલા સૌ નાગરિકોએ સ્વદેશી અપનાવવાના અને આત્મનિર્ભર ભારત માટે યોગદાન આપવાના સામૂહિક શપથ લીધા હતાં.

આ કાર્યક્રમમાં ગુંદરણ પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની દિપાલી રામે અનોખી શૈલીમાં બારડોલી સત્યાગ્રહ અને સરદાર વલ્લભભાઈ પટેલનું શાબ્દિક જીવનચરિત્ર રજૂ કરી ઉપસ્થિત સર્વેનું દિલ જીતી લીધું હતું.

આ પદયાત્રામાં દિલિપ બારડ, અમિત ઉનડકટ, સંજય અકબરી, મસરી રાઠોડ, શૈલેન્દ્રસિંહ રાઠોડ આગેવાનો સહિત યુવાનો, વિદ્યાર્થીઓ, સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ, વિવિધ સમાજના આગેવાનો અને બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande