
જામનગર, 17 નવેમ્બર (હિ.સ.) ગોંડલના ધર્માનુરાગી જયવંત રતિલાલ કોઠારી કે જેઓએ દાયકાઓ સુધી ગોંડલ સંઘ અને સંપ્રદાયની બેજોડ સેવા - વૈયાવચ્ચ કરેલ તેઓના ગૃહઆંગણે રત્નકુક્ષિણી માતૃ સરોજબેનની કૂખે 19 માર્ચ 1970 ના રોજ તેઓનો જન્મ થયેલ હતો. હેમેન્દ્રભાઈ, પિયુષભાઈ તથા જિનેન્દ્રભાઈ ત્રણ ભાઈઓના એકના એક બહેન એટલે હર્ષાબેન. પ્રેમથી સૌ તેઓને બેના કહેતા હતા.
જામનગરના ગોંડલ સંપ્રદાયના સાઘ્વી રત્ના પૂ.હર્ષાબાઇ મહાસતીજી અમદાવાદ ખાતે કાળધર્મ પામ્યા, ગઇકાલે બપોરે 3.30 વાગ્યે જય જય નંદા જય જય ભદ્રાના નાદ સાથે પાલખી યાત્રા ચાંદીબજાર સંઘ ખાતેથી નિકળી હતી.
ગોંડલ સંપ્રદાયના જશ, ઝવેર, પ્રભા પરીવારના સાઘ્વી રત્ના પૂ.હર્ષાબાઇ મહાસતીજી 15 નવેમ્બરના રોજ અમદાવાદ વિરતી ઘર ખાતે 4 સરણાના સ્વીકાર તથા નમસ્કાર મહામંત્રના સ્મરણ ખાતે સમાધી ભાવે કાળધર્મ પામેલ, ગોંડલના ધર્માનુરાગી જયવંતભાઇ રતીલાલ કોઠારી કે જેઓ દાયકાઓ સાથે ગોંડલ સંઘ અને સંપ્રદાયની બેજોડ સેવા કરેલ, ગઇકાલે યોજાયેલ પાલખી યાત્રામાં સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન નિલેષ કગથરા, નવાનગર બેંકના અજય શેઠ સહિતના બહોળી સંખ્યામાં જૈન-જૈનેતરો જોડાયા હતાં.
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt