


પાટણ, 17 નવેમ્બર (હિ.સ.) સરસ્વતી તાલુકાના વદાણી ગામમાં સુમરા પરિવારનું મુખ્ય વ્યવસાય માટલાં બનાવવાનું છે. તેઓ શિયાળાની કડકડતી ઠંડીમાં માટલાં ઘડવાનું અને પકવવાનું કામ કરે છે, જેમાં પરિવારના ભાઈઓ અને બહેનો સહભાગી બનેલા છે.
શિયાળામાં તૈયાર કરેલા માટલાં ઉનાળામાં ખૂબ જ લોકપ્રિય છે, કારણકે તેનું પાણી ઠંડું અને તાજગીભર્યું રહે છે, જે ગરમીમાં તરસ છીપાવે છે અને શરીરને ઠંડક આપે છે.
ઇલિયાસ સુમરાના માટલાંને મુંબઈ, સુરત, પાટણ, પાલનપુર, અમદાવાદ, સૌરાષ્ટ્ર, કચ્છ અને રાજસ્થાન સહિતના વિસ્તારોમાં માંગ છે. હાલ પૂરતો સ્ટોક તૈયાર છે અને વેચાણ ગાડીઓ દ્વારા ચાલી રહ્યું છે, સાથે નવા માટલાં બનાવવાનું કામ પણ ચાલુ છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ