જાફરાબાદ ઘરફોડ ચોરીનો ગુનો ઉકેલાયો: અમરેલી LCB દ્વારા ચાર આરોપી મુદ્દામાલ સાથે ઝડપી પાડાયા
અમરેલી, 17 નવેમ્બર (હિ.સ.) : જાફરાબાદ પોલીસ સ્ટેશન હદમાં થયેલ ઘરફોડ ચોરીના બનાવનો સફળ ભેદ ઉકેલતા અમરેલી એલ.સી.બી.એ મહત્વપૂર્ણ કામગીરી આંજવી છે. માનવ ગુપ્તચર સૂત્રો અને ટેક્નિકલ સર્બેલન્સ—બન્નેનો સંયુક્ત ઉપયોગ કરતાં અધિકારીઓએ ચાર શખ્સોની ઓળખ કરી તેમ
જાફરાબાદ ઘરફોડ ચોરીનો ગુનો ઉકેલાયો: અમરેલી LCB દ્વારા ચાર આરોપી મુદ્દામાલ સાથે ઝડપી પાડાયા


અમરેલી, 17 નવેમ્બર (હિ.સ.) : જાફરાબાદ પોલીસ સ્ટેશન હદમાં થયેલ ઘરફોડ ચોરીના બનાવનો સફળ ભેદ ઉકેલતા અમરેલી એલ.સી.બી.એ મહત્વપૂર્ણ કામગીરી આંજવી છે. માનવ ગુપ્તચર સૂત્રો અને ટેક્નિકલ સર્બેલન્સ—બન્નેનો સંયુક્ત ઉપયોગ કરતાં અધિકારીઓએ ચાર શખ્સોની ઓળખ કરી તેમને ઝડપી પાડ્યા હતા. ઘરફોડ ચોરી પછી સતત તપાસ ચલાવતી એલ.સી.બી. ટીમે શંકાસ્પદ વ્યક્તિઓની હિલચાલ, મોબાઈલ લૉકેશન તથા સીસીટીવી ફૂટેજના આધારે પગેરું પકડી ટીમને ચોક્કસ દિશા આપી હતી. તપાસ દરમિયાન મળેલી જાણકારીના આધારે છાપેમારી કરીને ચારેય આરોપીઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા અને તેમની પાસેથી ચોરી ગયેલો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે.

આ કામગીરીથી જાફરાબાદ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી વધતા ચોરીના બનાવો પર અસરકારક રોક લાગશે એવી આશા વ્યક્ત કરવામાં આવી છે. અમરેલી એલ.સી.બી.ની સક્રિય અને ઝડપી કાર્યવાહીથી સ્થાનિકોમાં વિશ્વાસ વધ્યો છે. પોલીસ દ્વારા આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને આરોપીઓ પાસેથી વધુ પૂછપરછ ચાલુ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande