કર્ણાવતી યુનિવર્સિટીના NSS યુનિટ દ્વારા, મેગા બ્લડ ડોનેશન કેમ્પનું સફળ આયોજન
ગાંધીનગર, 17 નવેમ્બર (હિ.સ.) : કર્ણાવતી યુનિવર્સિટીના એન.એસ.એસ. યુનિટ દ્વારા NSS માય ભારત, હીલ ધ વર્લ્ડ, રેડ ક્રોસ સોસાયટી અમદાવાદ અને લાયનેસ ક્લબ ઓફ ગાંધીનગર ફેમિનાના સહયોગથી એક વિશાળ મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ માનવતાભ
મેગા બ્લ્ડ ડોનેશન કેમ્પ


મેગા બ્લ્ડ ડોનેશન કેમ્પ


મેગા બ્લ્ડ ડોનેશન કેમ્પ


ગાંધીનગર, 17 નવેમ્બર (હિ.સ.) : કર્ણાવતી યુનિવર્સિટીના એન.એસ.એસ. યુનિટ દ્વારા NSS માય ભારત, હીલ ધ વર્લ્ડ, રેડ ક્રોસ સોસાયટી અમદાવાદ અને લાયનેસ ક્લબ ઓફ ગાંધીનગર ફેમિનાના સહયોગથી એક વિશાળ મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ માનવતાભર્યા અભિયાનનું આયોજન યુનિવર્સિટીના મેઇન કેમ્પસ અને નોર્થ એક્સ્ટેન્ડ કેમ્પસ ખાતે એક સાથે થયું, જેમાં NSS સ્વયંસેવકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને “Not Me, But You”ના સૂત્રને જીવંત ઉતારી બતાવ્યું. તેમની સેવા અને સંવેદનાની ભાવનાએ સમગ્ર કેમ્પને માનવતાના ઉત્સવમાં ફેરવી દીધો.

આ કાર્યક્રમમાં કુલ 344 રક્ત બોટલોનું સંગ્રહ કરવામાં આવ્યું — જે અનેક જીવને નવી આશા અને જીવનનો પ્રકાશ આપશે. દરેક રક્તદાતાને લાયનેસ ક્લબ ઓફ ગાંધીનગર ફેમિના તરફથી પ્રમાણપત્ર અને ગિફ્ટ તથા રેડ ક્રોસ સોસાયટી અમદાવાદ તરફથી પ્રમાણપત્ર અને રિફ્રેશમેન્ટ્સ અપાયા.

આ સમગ્ર આયોજન કર્ણાવતી યુનિવર્સિટીના રજીસ્ટ્રારશ્રીના માર્ગદર્શન હેઠળ અને NSS પ્રોગ્રામ કો-ઓર્ડિનેટર અંજલી પટેલના નેતૃત્વમાં સફળતાપૂર્વક પાર પડ્યું. કાર્યક્રમની સફળતા પાછળ NSS સ્વયંસેવકોની અવિરત મહેનત, સંકલન અને કરુણાભાવ રહેલા.

“રક્ત માત્ર લાલ પ્રવાહી નથી, તે જીવનનો સંગીત છે — જે કોઈ અજાણ્યા હૃદયમાં ફરીથી ધબકારા જગાવે છે.”

આ રક્તદાન અભિયાનએ સાબિત કર્યું કે માનવતાનો સૌથી મોટો ધર્મ સેવા છે. દરેક સ્વયંસેવકના ત્યાગ અને સમર્પણથી કર્ણાવતી યુનિવર્સિટીનો એન.એસ.એસ. યુનિટ માનવતાની નવી ઓળખ બની રહ્યો છે — એક એવી ઓળખ, જ્યાં યુવાનોના હાથ માત્ર પુસ્તક નથી પકડી રહ્યા, પરંતુ જીવન આપવાનો સંકલ્પ પણ લખી રહ્યા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande