જામનગરના ખખડધજ માર્ગોનું જાત નિરીક્ષણ કરી સમારકામ કરાવતા મ્યુનિસિપલ કમિશનર
જામનગર, 17 નવેમ્બર (હિ.સ.) : જામનગર શહેરના તમામ મુખ્ય તથા આંતરિક માર્ગોનું નવીનીકરણ તથા મરામત યુદ્ધના ધોરણે કરવાનો તથા તમામ અધિકારીઓને ગુણવત્તા યુક્ત કામે થાય તે સૂચિના કમિશ્નર ડી.એન.મોદી દ્વારા આપવામાં આવી હતી. તદ્ઉપરાંત ખુદ કમિશ્નરે ડામર સિમેન્ટ
કમિશનર રોડ રસ્તા સમારકામ


જામનગર, 17 નવેમ્બર (હિ.સ.) : જામનગર શહેરના તમામ મુખ્ય તથા આંતરિક માર્ગોનું નવીનીકરણ તથા મરામત યુદ્ધના ધોરણે કરવાનો તથા તમામ અધિકારીઓને ગુણવત્તા યુક્ત કામે થાય તે સૂચિના કમિશ્નર ડી.એન.મોદી દ્વારા આપવામાં આવી હતી. તદ્ઉપરાંત ખુદ કમિશ્નરે ડામર સિમેન્ટ રોડના ચાલતા કામોનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરી દરેક જવાબદાર અધિકારીઓને ગુણવત્તાના તપામ માપદંડો જળવાય તે રીતની સ્પષ્ટ સૂચનાઓ આપવામા આવી હતી.

મહાનગરપાલિકાના કમિશ્નર ડી.એન.મોદી, આસિસ્ટન્ટ કમિશ્નર તથા સીટી. ઈજનેર બી. એન. જાની તથા લગત નાયબ ઈજનેરની ટીમને સાથે રાખીને આજે શનિવારે ગુલાબનગર, ધુંવાવ, રાજકોટ રોડ સિક્સ લેન કરવાના કામો સાથે શહેરના માર્ગ મરામતના કામોની સાઈટ વિઝીટ કરી હતી. શહેરના તમામ ડામર સિમેન્ટ રોડ મરામત/ રીપેરીંગના કામો યુદ્ધના ધોરણે હાથ ધરી તમામ કામોની ગુણવત્તા ટેન્ડરના સ્પેસીફીકેશન મુજબ જળવાઈ રહે તે પ્રકારની કડક સૂચના આપી અને તેનો અમલ કરવા જણાવેલ છે.

આ સાથે શહેરના મુખ્ય પ્રવેશદ્વારો પર ચાલતા મુખ્ય રસ્તાઓ સાથે ફલાય ઓવર બ્રીજના કામોનું નિરીક્ષણ કરી સમય મર્યાદામા તમામ કામો પૂર્ણ થાય તે પ્રકારની સૂચના આપવામાં આવી હતી. લાલપુર બાયપાસ જંકશન ફલાય ઓવર બ્રીજ, ઠેબા કાલાવડ જંકશન ફલાય ઓવર બ્રીજ વિગેરે કામોનું ઝીણવટભર્યું સ્થળ નિરીક્ષણ કરાયું હતું. ખાસ ગુણવતા ભર્યા કામો થાય તેના ઉપર ફોકસ કરવાની સૂચનાઓ આપવામા આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande