પોરબંદર માં પ્રેસ અકાદમી ગાંધીનગર અને માહિતી ખાતા દ્વારા નેશનલ પ્રેસ ડે ની ઉજવણી.
પોરબંદર, 17 નવેમ્બર (હિ.સ.) દર વર્ષે 16 નવેમ્બર ના રોજ નેશનલ પ્રેસ ડે ની ઉજવણી કરવામાં આવે છે. 16 નવેમ્બર 1966 ના રોજ પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની સ્થાપનાને મંજૂરી મળતા આ દિવસની યાદમાં દર વર્ષે રાષ્ટ્રીય પ્રેસ દિવસની પત્રકારો- મીડિયા સંસ્થાનો ની સ
પોરબંદર માં પ્રેસ અકાદમી ગાંધીનગર અને માહિતી ખાતા દ્વારા નેશનલ પ્રેસ ડે ની ઉજવણી.


પોરબંદર માં પ્રેસ અકાદમી ગાંધીનગર અને માહિતી ખાતા દ્વારા નેશનલ પ્રેસ ડે ની ઉજવણી.


પોરબંદર માં પ્રેસ અકાદમી ગાંધીનગર અને માહિતી ખાતા દ્વારા નેશનલ પ્રેસ ડે ની ઉજવણી.


પોરબંદર, 17 નવેમ્બર (હિ.સ.) દર વર્ષે 16 નવેમ્બર ના રોજ નેશનલ પ્રેસ ડે ની ઉજવણી કરવામાં આવે છે. 16 નવેમ્બર 1966 ના રોજ પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની સ્થાપનાને મંજૂરી મળતા આ દિવસની યાદમાં દર વર્ષે રાષ્ટ્રીય પ્રેસ દિવસની પત્રકારો- મીડિયા સંસ્થાનો ની સહભાગીતા વચ્ચે ઉજવણી કરવામાં આવે છે.

પોરબંદરમાં પ્રેસ અકાદમી ગાંધીનગર અને પ્રાદેશિક માહિતી કચેરી જૂનાગઢના સંકલનમાં જિલ્લા માહિતી કચેરી પોરબંદરના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય પ્રેસ દિવસની ઉજવણી પોરબંદર સર્કિટ હાઉસ ખાતે મુખ્ય પત્રકારોની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી.

આ કાર્યક્રમના પ્રારંભે મુખ્ય અતિથિ જિલ્લા વિકાસ અધિકારી બી.બી.ચૌધરીએ પત્રકારોને પ્રેસ ડેની શુભકામના આપતા જણાવ્યું હતું કે પ્રેસની આઝાદી, મૂલ્યોની જાળવણી, મીડિયાની નૈતિક જવાબદારી અને વિશ્વસનીયતાના સંરક્ષણ માટે પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા હર હંમેશ કાર્યરત છે તેમની સુધારાત્મક અને દિશા નિર્દેશક માર્ગદર્શન પત્રકારી મૂલ્યોના સંવર્ધન સંરક્ષણ માટે પ્રેરણા આપે છે.

તેઓએ કહ્યું કે પ્રેસ દિવસની ઉજવણીમાં વર્ષ 2025 નો વિષય પ્રસ્તુત અને ધ્યાનમાં લેવા જેવો છે. સોશિયલ મીડિયાના સમયમાં ઝડપથી માહિતી આપી દેવાની સ્થિતિમાં ક્યાંક ને ક્યાંક હકીકત દોષ વાળી કે ખોટી માહિતી જતી રહે તો જન સમાજને વિપરીત અસર થાય છે. તેઓએ કહ્યું કે આ સ્થિતિમાંથી બચવું જોઈએ અને પોરબંદર મીડિયાની જન જન સુધી સાચી માહિતી જાય તે માટે તેમની મહેનત અને કાર્યદક્ષાતાને આવકારી સૌને શુભકામના પાઠવી હતી. તેઓએ કેટલીક આંકડાકીય માહિતી સાથે પત્રકારત્વના ઉજળા અને લોક ઉપયોગી મુદ્દા પર પણ માહિતી આપી હતી.

પોરબંદર જિલ્લા પોલીસવડા ભગીરસિંહ જાડેજાના માર્ગદર્શનમાં પોરબંદર સાયબર સેલ દ્વારા મહત્વની કામગીરી કરવામાં આવે છે જેમાં સોશિયલ મીડિયાના કેટલાક ટુલ્સ નો ઉપયોગ કરીને લોકોને લાલચ આપી ઓનલાઈન છેતરપિંડીના બનતા બનાવવામાં લોકોને સાચી જાણકારી મળે એ માટે પ્રયાસો કરવામાં આવે છે જે અંતર્ગત પોરબંદર સાયબર સેલના પીએસઆઇ એસ.કે. જાડેજાએ આજના વિષયને અનુરૂપ પ્રેઝન્ટેશનથી ફેક ન્યુઝ, ખોટી માહિતીથી થતી વિપરીત અસરો, સત્ય હકીકત માટે સેન્ટ્રલ એજન્સીઓના પોર્ટલ અને અભિયાનો, આઇટી એક્ટની જોગવાઈઓ, વિશ્વસનીયતાને મજબૂત કરવાના ઉપાયો સહિતના મુદ્દે નિયમો આધારિત મહત્વની જાણકારી આપી હતી. પોલીસ અને મીડિયાની સહકારાત્મક ભૂમિકા અંગે પણ માહિતી આપી હતી.

આ પત્રકારોએ પણ પ્રતિભાવ આપ્યો હતો. સિનિયર પત્રકાર જીગ્નેશ પોપટે જણાવ્યું હતું કે મીડિયામાં પ્રકાશિત કે પ્રસારિત થતી માહિતી સમાચારોની વિશ્વસનીયતા લોકો માટે ખૂબ અગત્યની છે. લોકો મીડિયાના સમાચાર ઉપર વિશ્વાસ રાખે છે. સોશિયલ મીડિયાના સમયમાં આ ભેદ પારખવો જરૂરી છે. તેમણે કહ્યું કે મીડિયામાં પણ સ્વયમ શિસ્તતા અને સ્વયમ નૈતિક આચરણ ખૂબ જરૂરી છે. આ ઉમદા લોક સેવા છે. શક્તિશાળી માધ્યમ છે તેનું સંવર્ધન અને મૂલ્યો ની જાળવણી થાય તે જરૂરી છે. મીડિયામાં કામ કરવાની ધગશ, આંખ અને કાન ખુલ્લા રાખવાની તત્પરતા, ઝડપથી સમાચાર આપવાની બાબતમાં સત્યતા તપાસવાની ન્યુઝ સેન્સ આ બધું અગત્યનું છે અને તે પત્રકારત્વની કારકિર્દીમાં આવવા માંગતા યુવાનોને પણ અગાઉથી સમજણ આપવી જરૂરી છે. ખોટી માહિતીથી કઈ રીતે સાવધાન રહેવું તે વિષય પત્રકારત્વના કોર્સમાં પણ સમાવવાની જરૂર છે. તેઓએ ભારતની આઝાદીમાં મીડિયાની ચળવળ, રાષ્ટ્રીય સ્વાતંત્ર વીરોની પત્રકારત્વમાં ભૂમિકા સહિતના દ્રષ્ટાંતો સાથે માહિતી આપી હતી.

સિનિયર પત્રકાર જયેશ જોષીએ કહ્યું કે લોકોએ સાચા પત્રકારને ઓળખવાનો આ સમય છે. સોશિયલ મીડિયા ના સમયમાં આજે અનેક પડકારો છે. સ્વયંભૂ વ્યવસ્થા અને આચરણ ની મર્યાદા વચ્ચે કેટલીક વ્યવસ્થાઓ પણ કરવાની જરૂરિયાત છે તે અંગે સૂચનો આપ્યા હતા. અખબારી એક્ટ ના નિયમો, વ્યવસ્થાઓની જોગવાઈની અમલવારી બાબતે જનજાગૃતિ પણ એટલી જ જરૂરી છે તેમ જણાવ્યું હતું.

આ પ્રસંગે પ્રાદેશિક માહિતી કચેરી જૂનાગઢના નાયબ માહિતી નિયામક અને પોરબંદરના સહાયક માહિતી નિયામક નરેશ મહેતાએ ઉપસ્થિત સૌ અતિથિ અને પત્રકારોનું સ્વાગત કરી કાર્યક્રમનો ઉદ્દેશ અને રૂપરેખા આપી હતી. પ્રેસ અકાદમીના સચિવ જયેશ દવે અને જુનાગઢ પ્રાદેશિક માહિતી કચેરીના સંયુક્ત માહિતી નિયામક મિતેશ મોડાસિયાએ શુભેચ્છા સંદેશથી પત્રકારોને શુભકામના પાઠવી હતી.

પોરબંદર જિલ્લા માહિતી કચેરીના માહિતી મદદનીશ દાસા કોડિયાતરે આભાર વિધિ કરી હતી. આ સેમિનારમાં પોરબંદરના ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાના મુખ્ય પત્રકારો, તંત્રીઓ, સહતંત્રી, પ્રતિનિધિઓ અને માહિતી કચેરીના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande