પોરબંદર ખાતે ખેલ મહાકુંભ અંતર્ગત રાણાવાવ તાલુકાની એથ્લેટિક્સ સ્પર્ધા યોજાઈ
પોરબંદર, 17 નવેમ્બર (હિ.સ.) : ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ, ગાંધીનગર પ્રેરિત તેમજ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, પોરબંદર દ્વારા સંચાલિત ખેલ મહાકુંભ–2025 અંતર્ગત રા
પોરબંદર ખાતે ખેલ મહાકુંભ અંતર્ગત રાણાવાવ તાલુકાની એથ્લેટિક્સ સ્પર્ધામાં 654 ખેલાડીઓ સહભાગી બન્યા.


પોરબંદર ખાતે ખેલ મહાકુંભ અંતર્ગત રાણાવાવ તાલુકાની એથ્લેટિક્સ સ્પર્ધામાં 654 ખેલાડીઓ સહભાગી બન્યા.


પોરબંદર, 17 નવેમ્બર (હિ.સ.) : ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ, ગાંધીનગર પ્રેરિત તેમજ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, પોરબંદર દ્વારા સંચાલિત ખેલ મહાકુંભ–2025 અંતર્ગત રાણાવાવ તાલુકા કક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધાઓ સરદાર પટેલ રમતગમત સંકુલ, પોરબંદર ખાતે સફળતાપૂર્વક યોજાઈ હતી.

આ સ્પર્ધાઓ અં-9, અં-11, અં-14, અં- 17 ઓપન એજ, કેટેગરીઓમાં યોજાઈ હતી.

આ તમામ કેટેગરીઓમાં ઉત્સાહભેર ભાગ લેનારા ભાઈઓ 382 અને બહેનો 272, એમ મળી કુલ 654 ખેલાડીઓએ ભાગ લઈને એથ્લેટિક્સની વિવિધ સ્પર્ધાઓમાં પોતાની પ્રતિભા દેખાડી હતી.

એથ્લેટિક ટ્રેક પર ખેલાડીઓએ જુસ્સો, ફિટનેસ અને રમતમાં શિસ્તનું ઉત્તમ પ્રદર્શન કરી ખેલ મહાકુંભ–2025ને વધુ ઉજ્જવળ બનાવ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande