સરદાર@150 : યુનિટી માર્ચ' અંતર્ગત મોરવા હડફ વિધાનસભા વિસ્તારમાં પદયાત્રા યોજાઈ
ગોધરા,17 નવેમ્બર (હિ.સ.) સરદાર@150 : યુનિટી માર્ચ'' અંતર્ગત મોરવા હડફ વિધાનસભા વિસ્તારમાં પદયાત્રા યોજાઈ. રાજ્યસભા સાંસદ ડૉ.જસવંતસિંહ પરમાર અને ધારાસભ્ય નિમિષાબેન સુથારની પ્રેરક ઉપસ્થિતી એકતા અને અખંડિતતાના પ્રણેતા સરદાર વલ્લભભાઈ પટેલની 150 મી જ
સરદાર@૧૫૦ : યુનિટી માર્ચ' અંતર્ગત મોરવા હડફ વિધાનસભા વિસ્તારમાં પદયાત્રા યોજાઈ


સરદાર@૧૫૦ : યુનિટી માર્ચ' અંતર્ગત મોરવા હડફ વિધાનસભા વિસ્તારમાં પદયાત્રા યોજાઈ


સરદાર@૧૫૦ : યુનિટી માર્ચ' અંતર્ગત મોરવા હડફ વિધાનસભા વિસ્તારમાં પદયાત્રા યોજાઈ


ગોધરા,17 નવેમ્બર (હિ.સ.) સરદાર@150 : યુનિટી માર્ચ' અંતર્ગત મોરવા હડફ વિધાનસભા વિસ્તારમાં પદયાત્રા યોજાઈ. રાજ્યસભા સાંસદ ડૉ.જસવંતસિંહ પરમાર અને ધારાસભ્ય નિમિષાબેન સુથારની પ્રેરક ઉપસ્થિતી એકતા અને અખંડિતતાના પ્રણેતા સરદાર વલ્લભભાઈ પટેલની 150 મી જન્મજયંતી નિમિત્તે અંતર્ગત 125 - મોરવા હડફ વિધાનસભાની ભવ્ય પદયાત્રા યોજાઈ હતી. આ પદયાત્રા શ્રી અંબે માં મંદિર ડાંગરીયાથી શરૂ થઈ ડાગરીયા ચોકડી થઈ અંબે મા મંદીર- મોરવા હડફ સુધીના રૂટ પર યોજાઈ હતી.

આ તકે રાજ્યસભા સાંસદ તેમજ ધારાસભ્ય સહિત ઉપસ્થિત મહાનુભાવોએ શ્રી અંબે માં મંદિર, ડાગરીયા ખાતે સરદાર સન્માન યાત્રાનું સ્વાગત કરી સરદાર પટેલની પ્રતિમાને ફુલહાર ચઢાવી-ભાવાંજલી અર્પણ કરી હતી. ત્યારબાદ મોરવા હડફ તાલુકા રાજ્યસભા સાંસદ તેમજ ધારાસભ્ય સહિતના મહાનુભાવોએ લીલી ઝંડી આપી આ પદયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું.

આ પ્રસંગે રાજ્યસભા સાંસદ ડૉ.જસવંતસિંહ પરમારે પ્રાસંગિક ઉદ્દબોધન દરમ્યાન સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા મૂર્તિમંત કરાયેલા એકતા, અખંડિતતા અને રાષ્ટ્રસેવાના મૂલ્યો પર ભાર મૂક્યો હતો. આ તકે ધારાસભ્ય એ પ્રાસંગિક ઉદબોધન કરતા સરદાર પટેલના દેશની એકતા અને અખંડિતતામાં અપાયેલા યોગદાનની વાત કરી તેમના દેશ પ્રત્યેની નિષ્ઠા અને સમર્પણની ભાવનાને સૌની માટે પ્રેરણારૂપ અને મૂલ્યવાન ગણાવ્યા હતા.

આ પદયાત્રા દરમિયાન સાંસદ, ધારાસભ્ય સહિત અન્ય પદાધિકારીઓ, વિદ્યાર્થીઓ અને સહભાગીઓ સાથે મળીને મોરવા હડફના મુખ્ય વિસ્તારોમાંથી પસાર થઈ રાષ્ટ્ર્રના ઉત્થાન માટે એકતા, સામાજિક સૌહાર્દ અને રાષ્ટ્ર નિર્માણમાં સામૂહિક જવાબદારીનો મહત્વનો સંદેશો ફેલાવ્યો હતો. સમાપન પૂર્વે મોરવા હડફ ખાતે તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ એકતા પદયાત્રામાં તાલુકા પંચાયત પ્રમુખ, અન્ય પદાધિકારીઓ, મહાનુભાવો અને અધિકારીઓએ ભાગ લીધો હતો. આ સાથે અગ્રણી સર્વ યોગેશભાઈ, મેહુલભાઈ, ગીરીશભાઈ, વિજયભાઈ, મોરવા હડફ તાલુકા વહીવટી તંત્રના અધિકારી ઓ, પોલીસ જવાનો, એન.એસ.એસ. અને એન.સી.સી. ટીમ, મહિલાઓ-પુરૂષો અને શાળા-કોલેજના વિદ્યાર્થીઓએ આ યુનિટી માર્ચ- પદયાત્રામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.

હિન્દુસ્થાન સમાચાર / મહેરા હર્ષદ


 rajesh pande