લાઠી પંથકમાં SOGની ધમાકેદાર કાર્યવાહી: 77.93 લાખનો લીલો ગાંજો ઝડપાયો, એક આરોપી ઝડપી
અમરેલી, 17 નવેમ્બર (હિ.સ.) : ગેરકાયદેસર નશીલા પદાર્થોની હેરફેર અને વાવેતર પર અંકુશ લાવવા માટે રાજ્ય સરકારના સૂચન મુજબ પોલીસ તંત્ર સઘન કામગીરી કરી રહ્યું છે. તેની જ એક સફળ કડી રૂપે ગત રાત્રે અમરેલી SOG એ લાઠી પંથકમાં મોટી કાર્યવાહી અંજામ આપી હતી. પૂ
લાઠી પંથકમાં SOGની ધમાકેદાર કાર્યવાહી: 77.93 લાખનો લીલો ગાંજો ઝડપાયો, એક આરોપી ઝડપી


અમરેલી, 17 નવેમ્બર (હિ.સ.) : ગેરકાયદેસર નશીલા પદાર્થોની હેરફેર અને વાવેતર પર અંકુશ લાવવા માટે રાજ્ય સરકારના સૂચન મુજબ પોલીસ તંત્ર સઘન કામગીરી કરી રહ્યું છે. તેની જ એક સફળ કડી રૂપે ગત રાત્રે અમરેલી SOG એ લાઠી પંથકમાં મોટી કાર્યવાહી અંજામ આપી હતી. પૂર્વ મળેલી ચોક્કસ બાતમી આધારે લાઠીના કેરાળા ગામની મતીરાળા સીમ વિસ્તારમાં એક શખ્સ દ્વારા ગેરકાયદેસર રીતે લીલા ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું હોવાની માહિતી મળતાં જ SOGની ટીમ તત્કાળ દોડી પહોંચી હતી.

સ્થળ પર પહોંચતાં જ વાડી ખેતરમાં મોટા પાયે ગાંજાના લીલા છોડ મળે આવતા પોલીસે સમગ્ર સ્થળનો કાબૂ મેળવી તપાસ શરૂ કરી. અહીં કુલ 48 લીલા ગાંજાના છોડ મળી આવ્યા હતા, જેનું કુલ વજન 155 કિલો 865 ગ્રામ જેટલું હતું. આ નશીલા પદાર્થોની બજાર કિંમત લગભગ રૂ. 77,93,250 જેટલી થાય છે. ગેરકાયદેસર રીતે ગાંજો વાવનાર આરોપી છના હરી પંચાલા રહે. કેરાળા જોગણીને SOGએ સ્થળ પરથી જ ઝડપી લીધો હતો.

મળેલી માહિતી અનુસાર છના હરી પંચાલા પોતાની વાડીમાં છુપાઈને લાંબા સમયથી ગાંજાનું વાવેતર કરી રહ્યો હતો. SOGની ટીમે આખું વાવેતર નષ્ટ કર્યું અને મુદામાલ કબજે કર્યો. બાદમાં આરોપી સામે લાઠી પોલીસ સ્ટેશનમાં NDPS અધિનિયમ હેઠળ ગુનો નોંધાયો છે. આ સમગ્ર કાર્યવાહી અંગે અમરેલી DYSP નયના ગોરડિયાએ માહિતી આપતા જણાવ્યું કે નશીલા પદાર્થો સામે પોલીસની ઝીરો ટોલરન્સની નીતિ યથાવત છે અને આવનારા સમયમાં પણ આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર કડક પગલાં લેવાશે. આ સફળ કાર્યવાહીથી લાઠી પંથક સહિત સમગ્ર જિલ્લામાં પોલીસ પ્રત્યે વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande