સમી UGVCLના એન્જિનિયર 50,000ની લાંચ સાથે રંગે હાથ ઝડપાયા, એક દિવસનો રિમાન્ડ મંજૂર
પાટણ, 17 નવેમ્બર (હિ.સ.) પાટણ એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ સમી ખાતે આવેલી ઉત્તર ગુજરાત વિજ કંપની લિમિટેડ (UGVCL)ની કચેરીમાં છટકું ગોઠવી જુનિયર એન્જિનિયર ચિંતન કુમાર પટેલને ₹50,000ની લાંચ સ્વીકારતા રંગેહાથ ઝડપી પાડ્યા હતા. તેઓએ ફરિયાદીના ખેતરમાં વીજ
સમી UGVCLના એન્જિનિયર 50,000ની લાંચ સાથે રંગે હાથ ઝડપાયા, એક દિવસનો રિમાન્ડ મંજૂર


પાટણ, 17 નવેમ્બર (હિ.સ.) પાટણ એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ સમી ખાતે આવેલી ઉત્તર ગુજરાત વિજ કંપની લિમિટેડ (UGVCL)ની કચેરીમાં છટકું ગોઠવી જુનિયર એન્જિનિયર ચિંતન કુમાર પટેલને ₹50,000ની લાંચ સ્વીકારતા રંગેહાથ ઝડપી પાડ્યા હતા. તેઓએ ફરિયાદીના ખેતરમાં વીજ જોડાણ માટે લાંચની માંગણી કરી હતી.

ફરિયાદીએ લાંચ આપવા ઇનકાર કરતાં પાટણ ACBનો સંપર્ક કર્યો હતો. ફરિયાદને આધારે ACBની ટીમે તરત જ કાર્યવાહી હાથ ધરતાં સમી UGVCL કચેરીમાં ટ્રેપ ગોઠવ્યો હતો, જેમાં ચિંતન કુમાર પટેલ લાંચ લેતા ઝડપાયા.

આ ઘટના બાદ ACBએ આરોપીને કોર્ટમાં રજૂ કર્યો હતો. તપાસ અધિકારી પી.ડી.આર. ગઢવીએ રિમાન્ડની માંગણી કર્યાં બાદ કોર્ટએ ચિંતન કુમાર પટેલનો એક દિવસનો રિમાન્ડ મંજૂર કર્યો છે, જેને આધારે ACB વધુ તપાસ આગળ વધારશે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande