ગીર સોમનાથ જિલ્લામાં કમોસમી વરસાદથી ખેતરો ભીના રહેતા શિયાળુ પાકની વાવણી અટકી, ખેડૂતોમાં ચિંતા વધી
ગીર સોમનાથ, 17 નવેમ્બર (હિ.સ.) : ગીર સોમનાથ જિલ્લામાં સામાન્ય રીતે દેવ દિવાળી બાદ ઘઉં, મગ, અડદ સહિતના શિયાળુ પાકની વાવણીનો મુખ્ય સમયગાળો ગણાય છે, પરંતુ આ વર્ષે સતત ભેજ રહેતા ખેતરોમાં ટ્રેક્ટર કે અન્ય સાધનો લઈ જવું મુશ્કેલ બની રહ્યું છે. ખેડૂતો કહે
જિલ્લામાં કમોસમી વરસાદ થી


ગીર સોમનાથ, 17 નવેમ્બર (હિ.સ.) : ગીર સોમનાથ જિલ્લામાં સામાન્ય રીતે દેવ દિવાળી બાદ ઘઉં, મગ, અડદ સહિતના શિયાળુ પાકની વાવણીનો મુખ્ય સમયગાળો ગણાય છે, પરંતુ આ વર્ષે સતત ભેજ રહેતા ખેતરોમાં ટ્રેક્ટર કે અન્ય સાધનો લઈ જવું મુશ્કેલ બની રહ્યું છે. ખેડૂતો કહે છે કે ચોમાસાની ઋતુ દરમિયાન ભારે વરસાદને કારણે તેમની મુખ્ય ખરીફ પાકને પહેલાથી જ મોટું નુકસાન સહન કરવું પડ્યું. હવે શિયાળુ પાકની વાવણી પણ મોડું થઈ રહ્યું હોવાથી આવનારા સિઝનની ઉપજ પર નકારાત્મક અસર પડશે તેવી આશંકા છે. ખેડૂતોના જણાવ્યા મુજબ સામાન્ય રીતે નવેમ્બર મહિનાના મધ્ય સુધી વાવણી પૂર્ણ થઈ જતી હોય છે, પરંતુ હાલની પરિસ્થિતિએ ખેડૂતોને રાહ જોવાની ફરજ પડી છે.

કૃષિ વિભાગના અધિકારીઓ જણાવે છે કે જ્યાં-જ્યાં ખેતરમાં પાણી ભરાયેલું છે ત્યાં ભેજ ઓછો થવા માટે હજી થોડો સમય લાગશે. જો વાવણી વધુ લંબાય તો ખાસ કરીને ઘઉં અને મગના પાકની ઉપજમાં 15-20 ટકા અસર થઈ શકે છે. ખેડૂતોને વેચાણ માટેનું વર્ષભરનું મુખ્ય આધાર ઘવ અડત જેવા પાકો હોય છે, તેથી વર્તમાન સ્થિતિએ તેમની ચિંતામાં વધારો કર્યો છે. કેટલાક વિસ્તારોમાં ખેડૂતો દ્વારા ડ્રેનેજ માટે વધારાના નાળા કાઢવા, ખેતરમાં રહેલું પાણી બહાર કાઢવા અને જમીનને સુકવી શકાય તેવા પ્રયોગો પણ શરૂ કરવામાં આવ્યા છે. તેમ છતાં અનુકૂળ હવામાન ન મળતાં વાવણીનો માહોલ બનતો નથી. ખેડૂતો આશા રાખે છે કે આવતા થોડા દિવસોમાં સૂર્યપ્રકાશ વધશે અને ખેતરો સૂકાઈ જશે જેથી તેઓ શિયાળુ પાકની વાવણી કરી શકે. નહીંતર આ વર્ષે ચોમાસા બાદનો પાક પણ બગડવાની શંકા ઊભી થઈ રહી છે જેથી ખેડૂતો ને મોટી નુકશાની વેઠવી પડશે

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande