પોરબંદરમાં ‘The PoSH Act, 2013’ માર્ગદર્શન સેમિનારનું સફળ આયોજન
પોરબંદર, 17 નવેમ્બર (હિ.સ.) : પોરબંદર જિલ્લાના મહિલા અને બાળ અધિકારી કચેરી દ્વારા કાર્યસ્થળે સ્ત્રીઓની જાતિય સતામણી (અટકાયત, પ્રતિબંધ અને નિવારણ) અધિનિયમ – 2013 (The PoSH Act, 2013) અંગે જાગૃતિ અને માર્ગદર્શન માટે ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્
પોરબંદરમાં ‘The PoSH Act, 2013’ માર્ગદર્શન સેમિનારનું સફળ આયોજન.


પોરબંદરમાં ‘The PoSH Act, 2013’ માર્ગદર્શન સેમિનારનું સફળ આયોજન.


પોરબંદરમાં ‘The PoSH Act, 2013’ માર્ગદર્શન સેમિનારનું સફળ આયોજન.


પોરબંદર, 17 નવેમ્બર (હિ.સ.) : પોરબંદર જિલ્લાના મહિલા અને બાળ અધિકારી કચેરી દ્વારા કાર્યસ્થળે સ્ત્રીઓની જાતિય સતામણી (અટકાયત, પ્રતિબંધ અને નિવારણ) અધિનિયમ – 2013 (The PoSH Act, 2013) અંગે જાગૃતિ અને માર્ગદર્શન માટે ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી (GMERS – મેડિકલ કોલેજ), પોરબંદર ખાતે માર્ગદર્શન સેમિનારનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમનો મુખ્ય હેતુ મેડિકલ કોલેજના સ્ટાફ તથા વિદ્યાર્થીનીઓને The PoSH Act, 2013 ની જોગવાઈઓ વિશે માર્ગદર્શન આપવું, જાતિય સતામણી સંબંધિત કાયદાકીય પ્રક્રિયાઓ અંગે માહિતગાર કરવું અને કાર્યસ્થળે સલામત, ભેદભાવરહિત અને સન્માનજનક વાતાવરણ નિર્માણ અંગે જાગૃતિ લાવવાનો હતો.

પ્રારંભમાં મેડિકલ કોલેજની પ્રતિનિધિ ચાંદનીબેન દ્વારા મહેમાનોનું સ્વાગત કરાયું હતું. બાદમાં અધિનિયમની ગંભીરતા અને પ્રાસંગિકતા સમજાવતી “પ્રતિકાર” ફિલ્મનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. યોગેશભાઈ નનેરા (કાયદા નિષ્ણાત, જિલ્લા બાળ સુરક્ષા એકમ, પોરબંદર) દ્વારા The PoSH Act, 2013 ની જોગવાઈઓ, ફરિયાદ પ્રકિયા અને કાયદાકીય સુરક્ષાઓ અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

પી.પી. જાદવ (જિલ્લા મહિલા અને બાળ અધિકારી, પોરબંદર) દ્વારા પ્રસંગોચિત ઉદબોધનમાં કાર્યસ્થળે જાતિય સતામણી નિવારણ સંબંધિત કાયદાનું સામાજિક મહત્વ, સંસ્થાઓની જવાબદારીઓ તેમજ અસરકારક અમલ અંગે માહિતી આપવામાં આવી હતી.

સેમિનારમાં ડો. સંધ્યાબેન જોશી (ડિસ્ટ્રિક્ટ મિશન કો-ઓર્ડિનેટર – “સંકલ્પ”), ચિરાગ દવે (જેન્ડર સ્પેશિયાલિસ્ટ – “સંકલ્પ”), રાજેશ ટાંક (પ્રતિનિધિ – “સંકલ્પ”), રૂપલબેન ભટ્ટ (કાઉન્સેલર – DCPU), તેજલ રાજાણી (કાઉન્સેલર – PBSC), કિરણબેન ગોસાઈ (કેશ વર્કર – OCS) સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમના અંતે સ્ટાફ અને વિદ્યાર્થીનીઓને IEC મટીરીયલ સાથેની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ મેડિકલ કોલેજમાં ફરિયાદ નિવારણ અને સહાય માટે હેલ્પલાઈન બોર્ડ સ્થાપિત કરવામાં આવ્યો હતો. ડો. સંધ્યાબેન જોશીએ આભારવિધિ વ્યક્ત કરી હતી. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત તમામ માટે અલ્પાહારની વ્યવસ્થા કરવામાં આવી હતી.

આ સેમિનાર દ્વારા GMERS મેડિકલ કોલેજના સ્ટાફ અને વિદ્યાર્થીનીઓને કાર્યસ્થળે જાતિય સતામણી વિરુદ્ધના કાયદા, અધિકારો તથા ફરિયાદ નિવારણ પ્રક્રિયા અંગે સ્પષ્ટ અને વ્યાપક માહિતી પ્રાપ્ત થઈ હતી, જેના કારણે સંસ્થામાં સલામતી, વિશ્વાસ અને સશક્તિકરણનો ભાવ વધુ મજબૂત બન્યો છે.

આ કાર્યક્રમનું આયોજન માનનીય જિલ્લા મહિલા અને બાળ અધિકારી પી.પી. જાદવના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વીમેન (DHEW) ના કર્મચારીઓ દ્વારા કરવામાં આવ્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande