

પોરબંદર, 17 નવેમ્બર (હિ.સ.) : પોરબંદર પોલીસ જનતાની સેવા માટે સતત કાર્યરત છે, ત્યારે મિયાણી મરીન પોલીસ સ્ટેશનમાં બે અરજદારોએ મોબાઈલ ખોવાઈ ગયાની અરજી કરતા પોલીસ સ્ટાફ દ્વારા મોબાઈલ શોધી તેરા તુજે અર્પણ કાર્યક્રમ અંતર્ગત અરજદારોને તેમની માલિકીના મોબાઈલ પરત કરવામાં આવ્યા હતા.
મિયાણી મરીન પોલીસ સ્ટેશન ના પો.ઈન્સ. એમ.ડી.વાળાના માર્ગદર્શન હેઠળ મિયાણી મરીન પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા.તે દરમ્યાન વિસાવડા મુળ દ્વારકા મંદિર ખાતે દર્શન કરવા પ્રવાસી બસમાં આવેલ રાજુભાઈ કુલકર્ણી જે માલેગાંવ કેમ્પ, નાસિક જિલ્લા મહારાષ્ટ્રનો ઓપો કંપની નો મોબાઈલ કિમંત રૂ. 17000 નો ગુમ થયા અંગેની પોલીસ સ્ટેશન ખાતે જાણ થતાં સદરહુફ મોબાઈલ ચાલુ હોય તેથી તાત્કાલિક લોકેશન કઢાવી મોબાઇલ શોધી મૂળ માલિક ને પરત સોંપવામાં આવ્યો હતો. તેમજ મિયાણી મરીન પોલીસ સ્ટેશનની હદમાં ગુમ થયેલ એક વિવો કંપનીનો રૂ.11500 નો મોબાઇલ પોલીસ સ્ટાફ દ્વારા શોધી ને તેના મૂળ માલિક ભરતભાઈ જમર રહે મિયાણી વાળાને પરત કરેલ છે. એમ કુલ મળી ને રૂ. 28500 ના 2 મોબાઈલ પરત કરેલ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya