પોરબંદર ખાતે કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાના હસ્તે ટ્રાન્સફ્રોમ યોર લાઈફ પુસ્તકનું વિમોચન કરાયું
પોરબંદર, 17 નવેમ્બર (હિ.સ.) : ગુજરાત રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ, વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાના હસ્તે લેખિકા ભાવનાબેન ઓડેદરાના “ટ્રાન્સફોર્મ યોર લાઈફ” (તમારું જીવન પરિવર્તિત કરો) પુસ્તકનું પોરબંદર હોટલ
પોરબંદર ખાતે કેબિનેટ મંત્રી  અર્જુન મોઢવાડિયાના હસ્તે ટ્રાન્સફ્રોમ યોર લાઈફ પુસ્તકનું વિમોચન કરાયું.


પોરબંદર ખાતે કેબિનેટ મંત્રી  અર્જુન મોઢવાડિયાના હસ્તે ટ્રાન્સફ્રોમ યોર લાઈફ પુસ્તકનું વિમોચન કરાયું.


પોરબંદર, 17 નવેમ્બર (હિ.સ.) : ગુજરાત રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ, વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાના હસ્તે લેખિકા ભાવનાબેન ઓડેદરાના “ટ્રાન્સફોર્મ યોર લાઈફ” (તમારું જીવન પરિવર્તિત કરો) પુસ્તકનું પોરબંદર હોટલ ફર્ન ખાતે વિમોચન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે પુસ્તકના મુખ્ય તત્ત્વો, યુવાપેઢી માટે માર્ગદર્શક બની શકે તેવા વિચારો અને આજના સમયમાં વધી રહેલી મોબાઇલ તથા સોશિયલ મીડિયા આધારિત જીવનશૈલીમાંથી છટકીને જીવનમાં આગળ વધવા માટેના માર્ગદર્શનમાં સમાવિષ્ટ મુદ્દાઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે લેખિકા ભાવનાબેન ઓડેદરાએ પોતાના આ પુસ્તકમાં વ્યક્તિ પોતાનું આત્મમૂલ્યાંકન કેવી રીતે કરે, જીવનને નવી દિશામાં આગળ ધપાવવા માટે કયા પગલા લે અને સફળતા મેળવવા માટેની બદલાતી જીવનશૈલીની જરૂરિયાતો જેવા અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓને સ્પર્શ્યા છે.

કાર્યક્રમમાં શહેરના આગેવાનો, સાહિત્યપ્રેમીઓ તથા યુવા વર્ગની વિશાળ ઉપસ્થિતિ જોવા મળી હતી. આ પુસ્તક વ્યક્તિગત વિકાસ અને પોઝિટિવ લાઈફ ટ્રાન્સફોર્મેશન અંગે મહત્વપૂર્ણ દિશાનિર્દેશ પૂરું પાડે છે.

આ પ્રસંગે જેસીઆઇ ફાઉન્ડર, રેડ ક્રોસ સોસાયટી ચેરમેન, નવરંગ સાહિત્ય કલાના પ્રમુખ લાખનશીભાઈ ગોરાણીયા ડોક્ટર સર્વે કૌશિક પરમાર,ડો ભાવેશ પરમાર, ડો.કેશુ મોઢવાડીયા, ડો.સ્નેહલ જોશી, ડો.ચિરાગ જાદવ, ડો જયેશ ડાભી,ડો.યેશા શાહ, ડો.જયદીપ શાહ અને જાણીતા સાહત્યકાર દુગેશ ઓઝા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande