


- પોલીસે 11 ઈસમોને ઝડપી પાડ્યા છે તો 458.87 મેટ્રિક ટન કાચો માલ ક્યારે રિકવર કરશે
ભરૂચ,17 નવેમ્બર (હિ.સ.) ાલિયા પોલીસે ગોદરેજ કંપનીના આયાત કરેલા કેમિકલના ટેન્કરોમાંથી વાલિયા પહોચતા પહેલા તેમાંથી કેમિકલ કાઢી લઈ છેલ્લા સાત મહિનાથી ચાલતા રેકેટને પકડી પાડ્યા બાદ કરોડો રૂપિયાનું કેમિકલ સગેવગે કરનારા ટેન્કર ચાલકો ,માલિકો અને તેના સાગરીતોમાં બે કેમિકલ ચોરને ઝડપી લીધા હતા.
વાલિયા કનેરાવ ખાતે આવેલ ગોદરેજ કંપનીમાં ગત તા.1 લી એપ્રિલ 2025 થી તા.3 નવેમ્બર 2025 દરમિયાન ન્હાવાશેવા પોર્ટ નવી મુંબઈ જવાહરલાલ નહેરૂ પોર્ટથી કનેરાવ ફેક્ટરી સુધી પરિવહન દરમિયાન (1)લિંક લોજિસ્ટિક્સ મુંબઈ, (2) ટ્રાન્સલિક મુબંઈ, (3) સોનુ કાર્ગો મુંબઈ, (4) તાઝ ટ્રાન્સપોર્ટ મુંબઈ અને સબ-ટ્રાન્સપોર્ટર તેમજ ડ્રાઇવરો અને તેના અન્ય સાગરીતો રસ્તે કોઈ જગ્યાએ ટ્રેલરો (આઈઓ કન્ટેનર) માંથી ઉપરના ભાગેથી ફ્લેન્જની નટ બોલ્ટ ખોલીને સાત મહિનામાં આશરે રૂપિયા 8.25 કરોડની કિંમતનો 458.87 મેટ્રીક ટન કાચો માલ (રો-મટીરીયલ્સ) ગોદરેજ કંપની સુધી નહી પહોંચાડીને કંપનીને કરોડો રૂપિયાનું મટીરિયલનું નુકશાન કર્યું હતું. વાલિયા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ આ બાબતે ફરિયાદ નોંધાવી હતી.આ ગુનાની વાલિયા પીઆઇ એમ.બી.તોમરે તપાસ હાથ ધરીને અગાઉ નવ આરોપીઓને પકડી લેવાયા હતા.ફરી પોલીસે તપાસ દરમિયાન અન્ય બે તેના સાગરીતો જેમાં મુસ્તકીમ ઉર્ફે ગુડ્ડ યાદઅલી શેખ રહે.ઉત્તરપ્રદેશ તેમજ અફરોઝ આલમ ઇરફાન અહેમદ ખાન મુળ રહે. ઉત્તરપ્રદેશનાને ઝડપી પાડી આગળની તપાસ હાથ ધરી છે.
9+2 કુલ 11 ઈસમો ઝડપાયા બાદ પણ પોલીસને હજુ એક કરોડનું પણ કેમિકલ હાથ નથી લાગ્યું માત્ર ચોર ટોળકી અને ટેન્કરો ઝડપી હાશકારો અનુભવ્યો હોય તેવું લાગી રહ્યું છે.સાત મહિનાથી કંપનીમાં આવતા ટેન્કરોમાં કેમિકલ ઓછું આવતું હતું તો તેના વજન કાંટા પરના કર્મચારીઓ,પ્રોડક્શનના તેમજ એચઆરમાં લાખોનો પગાર લેતા જવાબદાર અધિકારીઓને કેમ આ રેકેટની ગંધ ના આવી .પોલીસે આ દરેક જવાબદાર અધિકારીઓની પણ ચોકસાઈ પૂર્વક તપાસ કરે તો અન્ય પણ મોટું રેકેટ મળી આવે તેમ છે.
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ