ફ્રોડથી ગયેલા રૂપિયા અરજદારને પરત કરાવતી ઉદ્યોગનગર પોલીસ
પોરબંદર, 17 નવેમ્બર (હિ.સ.) : પોરબંદર જિલ્લાના પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા ચોરી ફોડ થયેલ રોકડ રકમ તથા ગુમ/ચોરી થયેલ મોબાઈલ ફોન શોધી કાઢવા સૂચનાઓ આપવામાં આવી હતી. જે અનુસંધાને પોરબંદર ગ્રામ્ય વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સુરજીત મહેડુની સૂચના
ફ્રોડથી ગયેલા રૂપિયા અરજદારને પરત કરાવતી ઉદ્યોગનગર પોલીસ.


ફ્રોડથી ગયેલા રૂપિયા અરજદારને પરત કરાવતી ઉદ્યોગનગર પોલીસ.


પોરબંદર, 17 નવેમ્બર (હિ.સ.) : પોરબંદર જિલ્લાના પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા ચોરી ફોડ થયેલ રોકડ રકમ તથા ગુમ/ચોરી થયેલ મોબાઈલ ફોન શોધી કાઢવા સૂચનાઓ આપવામાં આવી હતી. જે અનુસંધાને પોરબંદર ગ્રામ્ય વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સુરજીત મહેડુની સૂચના તેમજ માર્ગદર્શન હેઠળ ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી/ફોડ થયેલ રોકડ રકમ તેમજ ગુમ થયેલ મોબાઇલ ફોન શોધી કાઢવા સુચના આપવામાં આવી હતી. ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર ડી.જી.ગોહીલ નાઓ તથા પોલીસ સ્ટાફના અધિકારીઓ દ્વારા ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં ફરીયાદીના ફ્રોડ થયેલ રકમ રૂ.20,000/- શોધી કાઢી ફરીયાદીને પરત સોંપવામાં આવેલ છે તેમજ ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં અરજદારના ખોવાયેલા મોબાઈલ ફોનો «CEIR» પોર્ટલ CENTRAL EQUIPMENT IDENTITY REGISTER GOV વેબસાઈટની મદદથી ટ્રેકીંગમાં મુકી CEIR પોર્ટલમાં સતત મોનીટરીંગ કરી ગુમ થયેલ મોબાઇલ ફોનો ટ્રેસ કરી શોધી કાઢવામાં આવેલ છે. જેમાં કુલ મોબાઇલ ફોન-01 જેની કિ.રૂ.21,000/-ના આમ ફરીયાદી/અરજદારોની કુલ કિં. રૂ. 41,000/- નો મુદામાલ શોધીને તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત નીચે મુજબના મુળ માલીકોને ફોડ થયેલ રોકડ રકમ તથા ગુમ થયેલ મોબાઈલ ફોન પરત સોંપેલ છે.”

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande