કુતિયાણાના વિધાનસભા મતવિસ્તારના મુળમાધવપુર થી માધવપુર સુધી યુનિટી માર્ચ યોજાઈ
પોરબંદર, 17 નવેમ્બર (હિ.સ.) : સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિના ઉપક્રમે પોરબંદર જિલ્લા તંત્ર દ્વારા તમામ વિધાનસભા વિસ્તારમાં યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે. તેના ભાગરૂપે કુતિયાણા વિધાનસભા વિસ્તારમાં રામદેવપીર મંદિર, મુળ માધવપુરથી કાચ
કુતિયાણાના વિધાનસભા મતવિસ્તારના મુળમાધવપુર થી માધવપુર સુધી યુનિટી માર્ચ યોજાઈ.


કુતિયાણાના વિધાનસભા મતવિસ્તારના મુળમાધવપુર થી માધવપુર સુધી યુનિટી માર્ચ યોજાઈ.


કુતિયાણાના વિધાનસભા મતવિસ્તારના મુળમાધવપુર થી માધવપુર સુધી યુનિટી માર્ચ યોજાઈ.


કુતિયાણાના વિધાનસભા મતવિસ્તારના મુળમાધવપુર થી માધવપુર સુધી યુનિટી માર્ચ યોજાઈ.


પોરબંદર, 17 નવેમ્બર (હિ.સ.) : સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિના ઉપક્રમે પોરબંદર જિલ્લા તંત્ર દ્વારા તમામ વિધાનસભા વિસ્તારમાં યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે. તેના ભાગરૂપે કુતિયાણા વિધાનસભા વિસ્તારમાં રામદેવપીર મંદિર, મુળ માધવપુરથી કાચબા ઉછેર કેન્દ્ર, માધવપુર સુધી ભવ્ય યુનિટી માર્ચ યોજાઈ હતી.

કાર્યક્રમની શરૂઆત મુળ માધવપુર ખાતે રામદેવપીર મંદિર પ્રાંગણમાં જિલ્લા પંચાયત પ્રમુખ પરબતભાઈ પરમાર સહિતના અગ્રણીઓ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણથી કરવામાં આવી હતી. બાદમાં લીલી ઝંડી આપીને પદયાત્રાને પ્રસ્થાન અપાયું હતું.

જિલ્લા પંચાયત પ્રમુખ પરબતભાઈ પરમારે જણાવ્યું કે, “સરદાર વલ્લભભાઈ પટેલે દેશી રજવાડાઓનું એકીકરણ કરીને અખંડ ભારતની રચનામાં ઐતિહાસિક કાર્ય કર્યું છે. તેમની સેવા અને એકતા-વિચારધારાને ઉજાગર કરવા રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.”

જિલ્લા ભાજપ પ્રભારી પ્રદીપભાઈ ખીમાણીએ જણાવ્યું હતું કે સરદાર પટેલની 150મી જન્મજયંતિની ઉજવણી નિમિત્તે રાજ્યની દરેક વિધાનસભામાં એકતા યાત્રાઓનું આયોજન થઈ રહ્યું છે.

તેમણે વધુમાં સરદાર પટેલના નેતૃત્વમાં જૂનાગઢ, હૈદરાબાદ સહિત દેશી રાજ્યોના એકીકરણના ઐતિહાસિક નિર્ણયોનું સ્મરણ કરાવ્યું હતું.

પદયાત્રામાં વિદ્યાર્થીઓ, યુવાનો, ગ્રામજનો તેમજ ઘેડ પંથકના આગેવાનો બહોળી સંખ્યામાં જોડાયા હતા. માર્ગમાં માધવપુર ખાતે ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. માધવરાય મંદિર ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું. અંતે કાચબા ઉછેર કેન્દ્ર, માધવપુર ખાતે પદયાત્રાનું સમાપન થયું હતું.

આ પદયાત્રામાં કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી બી.બી. ચૌધરી, કુતિયાણા પ્રાંત અધિકારી નેહાબેન સોજીત્રા, પોરબંદર પ્રાંત અધિકારી સંદિપ જાદવ, પોરબંદર ગ્રામ્ય મામલતદાર ખીમભાઈ મારું, કુતિયાણા મામલતદાર બી.આર. સુમરા, તાલુકા વિકાસ અધિકારી હિતેશ પરમાર, જિલ્લા પંચાયત સભ્ય ગોપાલભાઈ કોઠારી, જિલ્લા ભાજપ પ્રમુખ ડૉ. ચેતનાબેન તિવારી, કુતિયાણા તાલુકા ભાજપ પ્રમુખ લીલાભાઈ રાવલીયા, મુળ માધવપુર સરપંચ દેવાભાઈ પરમાર,અગ્રણી સર્વે શાંતિલાલ ભુવા,ભીમાભાઇ ઓડેદરા,લીલાભાઈ પરમાર, ભરતભાઈ પરમાર સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande