સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદથી ક્ષતિગ્રસ્ત માર્ગોનું યુદ્ધના ધોરણે સમારકામ
- સાયલા તાલુકાના ધાંધલપુર-નિનામા-ઓરી રોડની રૂ.7.20 કરોડના ખર્ચે નવીનીકરણ કામગીરી શરૂ સુરેન્‍દ્રનગર,17 નવેમ્બર (હિ.સ.) : સુરેન્દ્રનગર જિલ્લામાં તાજેતરમાં થયેલા કમોસમી વરસાદને પગલે ગ્રામ્ય અને મુખ્ય માર્ગોને થયેલા નુકસાન અંગે માર્ગ અને મકાન વિભાગ દ્
સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદથી ક્ષતિગ્રસ્ત માર્ગોનું યુદ્ધના ધોરણે સમારકામ


- સાયલા તાલુકાના ધાંધલપુર-નિનામા-ઓરી રોડની રૂ.7.20 કરોડના ખર્ચે નવીનીકરણ કામગીરી શરૂ

સુરેન્‍દ્રનગર,17 નવેમ્બર (હિ.સ.) : સુરેન્દ્રનગર જિલ્લામાં તાજેતરમાં થયેલા કમોસમી વરસાદને પગલે ગ્રામ્ય અને મુખ્ય માર્ગોને થયેલા નુકસાન અંગે માર્ગ અને મકાન વિભાગ દ્વારા ત્વરિત અને યુદ્ધના ધોરણે સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી છે. રાજ્યના મુખ્યમંત્રીની સંવેદનશીલ સૂચનાઓને અનુસરીને, વરસાદને કારણે ક્ષતિગ્રસ્ત થયેલા મુખ્ય ગામોને જોડતા માર્ગોના નવીનીકરણનું કાર્ય ઝડપથી શરૂ કરવામાં આવ્યું છે.

જે અંતર્ગત, સાયલા તાલુકામાં અંદાજિત રૂ.7.20 કરોડના ખર્ચે ધાંધલપુર-નિનામા- ઓરી રોડની નવીનીકરણ કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં ફુલ ડેપ્થ રિપેર અને વેટ મિક્સ મેકેડેમની કામગીરી હાલ ચાલુ છે. માર્ગોની મરામત પૂર્ણ થવાથી ખેડૂતો, શ્રમજીવીઓ અને સામાન્ય નાગરિકોને અવરજવરમાં પડતી મુશ્કેલીઓ દૂર થશે અને જિલ્લાના વિકાસ કાર્યોને ગતિ મળશે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande