વરસાદી નુકસાન બાદ પોરબંદરમાં માર્ગોને ઝડપથી સુધારવાની કામગીરી તેજગતિએ .
પોરબંદર, 17 નવેમ્બર (હિ.સ.) રાજ્યમાં થયેલી ભારે વરસાદી પરિસ્થિતિનો તાત્કાલિક પ્રતિસાદ આપતા સમગ્ર ગુજરાતમાં માર્ગવ્યવસ્થા દુરસ્ત બનાવવા માટે ઝડપભેર કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ મહાનગરો તથા જિલ્લાઓમાં
વરસાદી નુકસાન બાદ પોરબંદરમાં માર્ગોને ઝડપથી સુધારવાની કામગીરી તેજગતિએ .


વરસાદી નુકસાન બાદ પોરબંદરમાં માર્ગોને ઝડપથી સુધારવાની કામગીરી તેજગતિએ .


પોરબંદર, 17 નવેમ્બર (હિ.સ.) રાજ્યમાં થયેલી ભારે વરસાદી પરિસ્થિતિનો તાત્કાલિક પ્રતિસાદ આપતા સમગ્ર ગુજરાતમાં માર્ગવ્યવસ્થા દુરસ્ત બનાવવા માટે ઝડપભેર કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ મહાનગરો તથા જિલ્લાઓમાં વરસાદથી અસરગ્રસ્ત બનેલા માર્ગોની મરામતને પ્રાથમિકતા આપવામાં આવી છે.

પોરબંદર જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) દ્વારા વિવિધ માર્ગો પર તુરંત કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. આ કામગીરી અંતર્ગત આજે પાલખડા–કેશવ માર્ગ પરથી કરવામાં આવી છે, જ્યાં માર્ગની ક્ષતિને ઝડપથી દૂર કરી વાહનવ્યવહાર સરળ અને સુરક્ષિત રહે તે દિશામાં પગલાં લેવામાં આવ્યા છે.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande