




પોરબંદર, 18 નવેમ્બર (હિ.સ.) પોરબંદર નજીકના કુણવદર ગામે રહેણાંક મકાનના એક રૂમમા આગ લાગી હતી જેમા દિકરીના લગ્ન માટે ખરીદ કરેલી વસ્તુઓ તેમજ રોકડ રકમ સહિતની વસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ હતી આગને કારણે જરૂરીયાતમંદ પરિવારને મોટુ નુકશાન થયુ હતુ.પોરબંદરના કુણવદર ગામે રહેતા અને મજુરી કામ કરી જીવન નિર્વાહ ચલાવતા વિનુભાઇ બારોટના રહેણાંક મકાનના એક રૂમમા આગ લાગી હતી જેમા ઘરવખરી અને દિકરીના લગ્ન હોય તેમની ખરીદ કરેલી વસ્તુઓ તેમજ રૂ. 80 હજારની રોકડ રકમ પણ બળીને ખાખ થઇ જતા મજુર પરિવાર પર આભ તુટી પડયુ હતુ વિનુભાઈના જણાવ્યા અનુસાર તેમનો પરિવાર ભાઈના ઘરે પ્રસંગમા ગયો તો તે દરમ્યાન આગ લાગી હતી શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનુ અનુમાન થઇ રહ્યુ છે.
વિનુભાઈ અને તેમનો પરિવાર ભાઈના ઘરેથી પ્રસંગમા હાજરી આપી પરત ફર્યા ત્યારે રૂમમા ધુમડા જોવા મળ્યા હતા અને આગ લાગી હોવાનુ ધ્યાન પર આવતા મહા મુસીબતે બારણુ ખોલી અને આ કાબુમા કરી હતી પરંતુ તે પહેલા ઘરની મોટાભાગની વસ્તુઓ આગની ઝપેટમા આવી જતા મોટું નુકશાન થયુ હતુ.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya