



પોરબંદર, 18 નવેમ્બર (હિ.સ.) પોરબંદર જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા તારીખ 15 નવેમ્બર 2025 ના રોજ સવારે 11 કલાકે, આઈ.ટી.આઈ, પોરબંદર ખાતે નોકરીદાતાઓ તથા રોજગારવાચ્છું વચ્ચે સેતુરૂપ બનવાના આશ્રયથી ઓદ્યોગિક ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ ભરતીમેળામાં પોરબંદર જિલ્લાના 817 થી વધુ ઉમેદવારોને ઈ-મેલ અને સોશિયલ મિડિયાના જુદા-જુદા માધ્યમથી ઈન્ટરવ્યું પ્રક્રિયા માટે બોલાવવામાં આવ્યા હતા. જેમાંથી કુલ 23 ઉમેદવારો હાજર રહ્યા હતા.
આ ભરતીમેળામાં સ્થાનિક નોકરીદાતા હિરાવતી મરીન પ્રોડક્ટ્સ, આદિત્ય સીનર્જી પ્રા.લી., કે.એ.રાઈચુરા & કો., હિંદુસ્તાન મરીન પ્રોડક્ટ્સ તેમજ દ્વારકાધીશ ટેક્ટર્સના નોકરીદાતા હાજર રહેલ હતા. તેઓ દ્વારા તેમના એકમ કે સંસ્થા ખાતે ખાલી જગ્યા માટેની જોબ પ્રોફાઈલ વિશે ઉમેદવારોને વિસ્તૃત માહિતી આપેલ હતી. ત્યારબાદ આ નોકરીદાતાઓ દ્વારા ઉમેદવારો માટે ઈન્ટરવ્યું પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ હતી.
જેમાં હાજર રહેલ 23 ઉમેદવારોના શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, અનુભવ તથા આવડતના આધારે 14 રોજગાર વાંચ્છુંઓની પ્રાથમિક પસંદગી કરવામાં આવીહતી અને તેમને ફરી બીજા રાઉન્ડ માટે બોલાવવામાં આવશે. તદ ઉપરાંત રોજગાર કચેરીનાં કાઉન્સેલરઓ દ્વારા કારકિર્દી માર્ગદર્શન તથા મોડેલ કેરિયર સેન્ટર અને એન.સી.એસ પોર્ટલનો પ્રચાર-પ્રસાર કરવામાં આવ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya