
પોરબંદર, 18 નવેમ્બર (હિ.સ.) પોરબંદરના ચુના ભઠ્ઠા વિસ્તારમાં એક યુવાન પર ત્રણ શખ્સોએ યુવાન અને તેમના મિત્ર પર હુમલો કરી અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી પોરબંદરના ખારવાવાડ વિસ્તારમાં રહેતો અને મજુરી કામ કરતા કુશાલ બાબુભાઈ મોતીવરસ નામના યુવાનને થોડા દિવસો પૂર્વે ભાવના ડેરી નજીક ચાર રસ્તા પાસે બોલાચાલી થઈ હતી જેના મનદુઃખને લઈ રીયાજ રુજા, સમીર ઉર્ફે ટારઝન યુસુફ ગરાણા અને નાદીર ફૈજલખાન પઠાણ સહિતના ત્રણ શખ્સોએ ચુનાના ભઠ્ઠા પાસે કુશાલને રોકી ઢીકા પાટુનો માર માર્યો હતો તેમજ લાકડાના ધોકા વડે માર મારી ઈજા પહોચાડી હતી તેમજ કુશલા અને તેમના મિત્રને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી આ બનાવ અંગે ર્કિતિમંદિર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya