વિરમગામ ધારાસભ્ય અને પાટીદાર નેતા હાર્દિક પટેલ સામે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ચાર્જફ્રેમ
- પાટીદાર અનામત આંદોલન વખતે નિકોલ પોલીસ મથકે ગુનો નોંધાયો હતો અમદાવાદ, 18 નવેમ્બર (હિ.સ.) : પાટીદાર નેતા અને વિરમગામ થી ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ સામે વર્ષ 2015ના પાટીદાર અનામત આંદોલન દરમિયાન નિકોલ પોલીસ મથકે નોંધાયેલા કેસમાં અમદાવાદ ગ્રામ્ય
Charge frame filed against Viramgam MLA and Patidar leader Hardik


- પાટીદાર અનામત આંદોલન વખતે નિકોલ પોલીસ મથકે ગુનો નોંધાયો હતો

અમદાવાદ, 18 નવેમ્બર (હિ.સ.) : પાટીદાર નેતા અને વિરમગામ થી ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ સામે વર્ષ 2015ના પાટીદાર અનામત આંદોલન દરમિયાન નિકોલ પોલીસ મથકે નોંધાયેલા કેસમાં અમદાવાદ ગ્રામ્ય મેજિસ્ટ્રેટ કોર્ટે આજે ચાર્જફ્રેમ કર્યો છે, જેના પગલે હવે કેસની ટ્રાયલ શરૂ થશે. આ કેસમાં પાટીદાર અનામત આંદોલન સમયે હાર્દિક પટેલ અને અન્ય આરોપીઓ સામે ગેરકાયદે મંડળી, રાયોટિંગ, સરકારી કર્મચારી પર હુમલો, કાયદેસરના હુકમનો ભંગ, ધમકી આપવા અને અન્ય કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો, જ્યારે અગાઉ આ કેસમાં હાજર ન રહેતાં કોર્ટે તેમની સામે ધરપકડ વોરંટ પણ જાહેર કર્યું હતું, જે બાદમાં હાઇકોર્ટમાંથી રદ કરાયું હતું.

વર્ષ 2015માં પાટીદાર અનામત આંદોલન સમયે નિકોલ પોલીસ મથકે હાર્દિક પટેલ સહિતના આરોપીઓ સામે IPCની કલમ 143, 147, 149, 353, 188, 186, 120, 294, 34 અને 506 મુજબ ગુનો નોંધાયો હતો. એ સંદર્ભનો કેસ અમદાવાદ ગ્રામ્ય મેજિસ્ટ્રેટ કોર્ટમાં દાખલ થયો હતો, જે કેસમાં

ઉલ્લેખનીય છે કે પાટીદાર અનામત આંદોલન સમયે હાર્દિક પટેલ સહિતના પાટીદાર નેતાઓએ પાટીદારોને અનામત આપવાની માગણી અને ખેડૂતોના દેવા માફીની માગણી સાથે નિકોલમાં પ્રતીક ઉપવાસનું આયોજન કર્યું હતું, જેમાં ફરિયાદ મુજબ આરોપીઓએ વગર પરવાનગી, પૂર્વ આયોજિત કાવતરું કરીને રેલી કાઢીને નિકોલના મ્યુનિસિપલ ગ્રાઉન્ડ ખાતે પ્રતીક ઉપવાસ કરવાનું નક્કી કર્યું હતું, જેમાં રેલીને અટકાવવામાં આવતાં તેઓ ઉશ્કેરાયા હતા. આરોપીઓએ પોલીસને અપશબ્દો કહીને ઝપાઝપી કરી હતી અને ધમકી આપી હતી તેમજ શહેર પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કર્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande