જામનગરમાં આવેલ સૌરાષ્ટ્રના સૌથી મોટા ફ્લાય ઓવરબ્રિજના લોકાર્પણને ગ્રહણ : સીએમના પ્રવાસમાં ફેરફાર
જામનગર, 18 નવેમ્બર (હિ.સ.) : જામનગરમાં રૂ.૨૨૬.૯૯ કરોડના ખર્ચે ફલાય ઓવરનું લોકાર્પણ ગુરૂવાર તા.૨૦ના રોજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે યોજાયું હતું, આ માટે તડામાર તૈયારીઓ પણ થઇ રહી છે, પરંતુ ગઇકાલે એવો સંદેશો મળ્યો કે, પટણામાં એનડીએન
ફ્લાય ઓવરબ્રિજ


જામનગર, 18 નવેમ્બર (હિ.સ.) :

જામનગરમાં રૂ.૨૨૬.૯૯ કરોડના ખર્ચે ફલાય ઓવરનું

લોકાર્પણ ગુરૂવાર તા.૨૦ના રોજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે

યોજાયું હતું, આ માટે તડામાર તૈયારીઓ પણ થઇ રહી છે, પરંતુ ગઇકાલે એવો

સંદેશો મળ્યો કે, પટણામાં એનડીએની નવી સરકારની સોગંદવિધી થવાની હોય અને આ

કાર્યક્રમમાં મુખ્યમંત્રી હાજર રહેવાના હોય જામનગરના કાર્યક્રમમાં ફેરફાર

થશે.

જો કે આ અંગે હજુ સતાવાર જાહેરાત કદાચ બપોર બાદ થવાની શકયતા છે, બીજી

તરફ રાજકોટમાં જે કાર્યક્રમો હતાં તે કાર્યક્રમો રદ કરીને હવે મુખ્યમંત્રીએ

શનિવાર તા.૨૨નો સમય રાજકોટને ફાળવ્યો છે, એટલે કદાચ જામનગરને પણ તા.૨૨નો

સમય મળે તેવી શકયતા છે, પરંતુ હજુ સીએમઓ કાર્યાલય તરફથી કોઇ સતાવાર જાહેરાત

કરવામાં આવી નથી.

આ અંગે મ્યુ.કમિશ્નર ડી.એન.મોદી

સાથે ટેલીફોનીક વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, તા.૨૦નો કાર્યક્રમ કદાચ

રદ થશે, પરંતુ સીએમઓ કાર્યાલય તરફથી હજુ અમોને કોઇ સતાવાર સુચના કે નવી

તારીખ આપી નથી, એટલે કે જે તારીખ મળશે તે તારીખે ફલાય ઓવરની લોકાર્પણ વિધી

કરવામાં આવશે. ૨૦૨૧ની સાલમાં આ ફલાય ઓવરનું કામકાજ શરૂ થયું હતું અને હવે

કામગીરી પૂર્ણ થઇ છે ત્યારે ફરીથી ખાતમુર્હુતના કાર્યક્રમમાં ગ્રહણ નડી

ગયું છે, છેલ્લા બે-ત્રણ દિવસથી બ્રિજ પરની લાઇટોમાં પણ આકર્ષક રોશની

કરવામાં આવી છે, ત્યારે હવે ગુરૂવારનો કાર્યક્રમ રદ થાય તેવી પુરી શકયતા

છે.

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande