
જામનગર, 18 નવેમ્બર (હિ.સ.) : જામનગર શહેરના પટેલ કોલોની વિસ્તારમાં આવેલા સંકલ્પ રેસ્ટોરન્ટમાં ગ્રાહકની ફરિયાદ બાદ મહાનગરપાલિકાની ફૂડ શાખાએ તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન રસોડામાં ટાઇલ્સ બદલવાની અને સ્વચ્છતા સુધારવાની સૂચના સાથે રેસ્ટોરન્ટને બે દિવસ માટે બંધ રાખવાનો આદેશ અપાયો હતો.
શહેરના પટેલ કોલોનીમાં આવેલી સંકલ્પ ઢોસા રેસ્ટોરન્ટમાં ગ્રાહક તરીકે આવેલી ધારાબેન જેઠવા ગયા હતા અને તેણી ઢોસો ખાતી વખતે તેમને જીવાત મળી આવતા તેમણે ઘટનાના ફોટોગ્રાફ્સ લીધા હતા. બાદમાં ફુડ વિભાગને ફરિયાદ કરતા હતા, મહાનગરપાલિકાના વિભાગના જેના અધિકારીઓએ સંકલ્પ રેસ્ટોરન્ટના કિચન સહિત આધારે સમગ્ર પરિસરનું નિરીક્ષણ કર્યું હતું. જોકે, નિરીક્ષણ દરમિયાન ફૂડમાં કોઈ ગંભીર ક્ષતિ જણાઈ ન હતી.
ફૂડ વિભાગના અધિકારી પરમારે જણાવ્યું હતું કે, રેસ્ટોરન્ટને પેસ્ટ કંટ્રોલ કરાવવા, પાણીનો રિપોર્ટ રજૂ કરવા, કામ કરતા કર્મચારીઓના મેડિકલ સર્ટિફિકેટ મેળવવા અને રસોડાની સ્વચ્છતા (હાઈજેનિક કન્ડિશન) સુધારવા માટે ગ્રેસ ટાઇલ્સ લગાવવા સૂચના અપાઈ છે.
જ્યાં સુધી ટાઇલ્સનું કામ પૂર્ણ ન થાય અને સ્વચ્છતાની સ્થિતિ સુધરે નહીં ત્યાં સુધી રેસ્ટોરન્ટને બે દિવસ માટે કોઈપણ પ્રકારનો વેપાર કે વેચાણ ચાલુ ન રાખવા આદેશ આપવામાં આવ્યો છે. આ સૂચનાઓનું પાલન થયા બાદ જ રેસ્ટોરન્ટ ફરીથી શરૂ કરી શકાશે.
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt